વડોદરામા દબાણોનો રાફડો જોવા મળે છે. જ્યારે દબાણ હટાવતી વખતે ઘણી વાર પાલિકા ની પોલ દબાણ કર્તા ઓ ખોલી નાખતા હોય છે.વડોદરાના કારેલીબાગ બાલભવનથી નરહરિ હોસ્પિટલ સુધી કાચા પાકા ઝૂપડા અને લારીઓના દબાણો પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા છે. રસ્તામાં આવતા લારી-ગલ્લા અને કાચા-પાકા મકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પાલિકાની દબાણ શાખા ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચતા જ લોકો એકઠા થઈ અને આ પ્રકારની કામગીરી સામે વિરોધ કર્યો હતો. જોકે પોલીસ બંદોબસ્ત સાથે ગયેલી પાલિકાની દબાણ શાખાએ કોઈપણ જાતની શરમ કે દયાની લાગણી બતાવ્યા વગર તમામ દબાણો દૂર કરી માલસામાન જપ્ત કરી લીધો હતો. આ કાર્યવાહીથી એક મહિલાએ રડતા રડતા કહ્યું કે, મહિને 1500 કોર્પોરેશન લઈ જાય છે છતાં સામાન સાથે લારી ઉઠાવી ગયા અને અમને બેરોજગાર બનાવી દીધા છે.
Reporter: News Plus