અંબાજી: રાજકોટ અગ્નિકાંડને લઇ યાત્રાધામ અંબાજીમાં 100 થી વધુ એકમ ધારકોને એનઓસી બાબતે નોટિસ આપવામાં આવી હતી.
યાત્રાધામ અંબાજીમાં શનિવારે સાંજે ફાયર વિભાગે ફાયર સેફ્ટીની તપાસ હાથ ધરી હતી. જેમાં એક રીસોર્ટ, બે હોટલો મળી પાંચ એકમોમાં ફાયર સેફ્ટી નહીં હોવાથી તેમને સીલ કરાયા છે. જેને લઈ દોડધામ મચી ગઈ છે. એક રિસોર્ટ, બે હોટલ સહિત પાંચ એકમો ફાયર સેફટી વિના ધમધમતા હતા.અંબાજી ખાતે ફાયર વિભાગ અને વન વિભાગે મોટી કાર્યવાહી કરી છે.અંબાજીની અમુક હોટલો અને એક રિસોર્ટ સીલ કરાયો ઈસ્કોન અંબે વેલી ને પણ સીલ કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના ઉદ્યોગમંત્રી ની ધર્મશાળા અને હોટલ પણ સીલ કરાઈ છે.અંબાજી રાજપુત સમાજના મુખ્ય ટ્રસ્ટી બલવંત સિંહ રાજપુતની અંબાજીની ક્રિષ્ના હોટલ, માધવ ઈન હોટલ, વનરાજી રિસોર્ટ ને પણ સીલ કરવામાં આવ્યું છે.રિસોર્ટને વન વિભાગની જમીન દબાણ કરવા મુદ્દે કાર્યવાહી કરાઈ છે.અંબાજીની મોટાભાગની હોટલો પાસે ફાયર એનઓસી નથી.આવતીકાલે પણ અમુક હોટલો સીલ કરવામા આવશે.
Reporter: admin