News Portal...

Breaking News :

તરસાલી તળાવમાં ગંદકી કરનાર લોકો દંડ માટે પાલિકાએ સીસીટીવી કેમેરા લગાડ્યા પરંતુ થાંભલા નમી ગયા

2024-08-05 13:11:00
તરસાલી તળાવમાં ગંદકી કરનાર લોકો દંડ માટે પાલિકાએ સીસીટીવી કેમેરા લગાડ્યા પરંતુ થાંભલા નમી ગયા


વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા તરસાલી તળાવમાં ગંદકી કરનાર લોકો પર દંડ - કાયદેસરની કાર્યવાહી કરવા માટે પાલિકા દ્વારા સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે પરંતુ થાંભલા નમી ગયેલ છે.


વડોદરામહાનગરપાલિકાના સ્માર્ટ સત્તાધીશો દ્વારા કરોડો રૂપિયાની ખર્ચે વિકાસના કાર્યો કરવાના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે વિકાસના કામો ની દેખરેખ રાખવાની જવાબદારી નક્કી કરવામાં આવે તો જ અધિકારીઓ સાચી રીતે કામગીરી કરતા રહેશે અન્યથા કરોડો રૂપિયાની ખર્ચ કરવામાં આવે છે તે વ્યર્થ જાય છે. તરસાલી તળાવ ની સાફસફાઇ અને જાળવણી કરવાની કામગીરી કરતા અધિકારીઓ અને વિભાગની લાપરવાહી થી તરસાલી તળાવમાં ગંદકી જોવા મળી રહી છે. ગંદકી કરનાર તત્વો માટે પાલિકા દ્વારા તીસરી આંખ (સીસીટીવી )લગાવામાં આવ્યા પરંતુ તેની દેખરેખ, મેન્ટેનન્સના કરતા થાભલા નમી ગયા હતા. 


પાલિકાનો જે હેતુ હતો એ સિદ્ધ ના થયો હતો. જેવી રીતે તળાવોના બ્યુટીફેશન માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. જે રૂપિયા પાણીમાં ગયા હતા. તેવી જ રીતે પાલિકાના અધિકારીઓ દ્વારા સીસીટીવી લગાવેલા થાંભલા પર દેખરેખ ના કરતા તેના પણ પૈસા પાણીમાં ગયા હોય તેમ લાગી રહ્યું છે. સીસીટીવી લગાવ્યા પછી પણ તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે.ત્યારે આ મામલે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે .

Reporter: admin

Related Post