News Portal...

Breaking News :

UAE સંસદની કેબિનેટમાં ઠરાવ : ગર્ભાવસ્થા દુષ્કર્મ અથવા વ્યભિચારનું પરિણામ હોય તો અબોરશન કરી શકાશે

2024-06-23 12:36:26
UAE સંસદની કેબિનેટમાં ઠરાવ : ગર્ભાવસ્થા દુષ્કર્મ અથવા વ્યભિચારનું પરિણામ હોય તો અબોરશન કરી શકાશે


સંસદમાં કેબિનેટના ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે જો ગર્ભાવસ્થા દુષ્કર્મ અથવા વ્યભિચારનું પરિણામ હોય તો અબોરશન કરી શકાશે. સાથે જ એવી શરત પણ મુકવામાં આવી છે કે પબ્લિક પ્રોસિક્યુશન દ્વારા તેની જાણ અને પુષ્ટિ કરવી જોઈએ. 


માત્ર 120 દિવસ (4 મહિના) કરતાં ઓછી ઉંમરના ગર્ભ માટે જ અબોરશન ની પરવાનગી આપવામાં આવશે. કેબિનેટ પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે, જો અબોરશન સ્ત્રીની ઇચ્છા વિરુદ્ધ, તેની સંમતિ વિના અથવા બળજબરીપૂર્વક જાતીય સંભોગને કારણે થયો હોય અથવા જે મહિલાને ગર્ભધારણ કરવાની જરુર કોઈ પારિવારીક મહરામ સંબંધથી રાખવામાં આવ્યો હોય. કારણ કે ઈસ્લામમાં મહરામએ કુટુંબનો સભ્ય છે, 


જેના લગ્નને હરામ (ગેરકાયદેસર) ગણવામાં આવે છે.અમેરિકા ના 14 રાજ્યોમાંથી નવ રાજ્યો એવા છે, જ્યાં મહિલાઓ તેમના અધિકારો માટે લાંબા સમયથી લડત લડી રહી છે. આ રાજ્યો અલાબામા, અરકાનસાસ, કેન્ટુકી, લ્યુઇસિયાના, મિઝોરી, ઓક્લાહોમા, સાઉથ ડાકોટા, ટેનેસી અને ટેક્સાસ છે.

Reporter: News Plus

Related Post