કેન્દ્ર સરકારે નીટ- પીજીપ્રવેશ પરીક્ષા પણ મોકૂફ રાખી છે. ગયા અઠવાડિયે સરકારે UGC-NET પરીક્ષા રદ કરી હતી. સરકારને જાણ હતી કે NETનું પ્રશ્નપત્ર ડાર્કનેટ અને ટેલિગ્રામ પર લીક થયું છે.
જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો કે પીએમ મોદીના શાસનમાં શિક્ષણ વ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે. તેમણે ટ્વિટર પર લખ્યું, “હવે NEET-PG પણ મુલતવી રાખવામાં આવી છે. નરેન્દ્ર મોદીના શાસનમાં બરબાદ થયેલી શિક્ષણ પ્રણાલીનું આ બીજું કમનસીબ ઉદાહરણ છે. હવે સ્પષ્ટ છે કે દરેક વખતે ચૂપચાપ શો જોનારા મોદી પેપરલીક રેકેટ અને એજ્યુકેશન માફિયા સામે સંપૂર્ણપણે લાચાર છે.મંત્રાલયે કહ્યું કે NEET-UG પરીક્ષામાં કથિત અનિયમિતતા, છેતરપિંડી અને ગેરરીતિના મામલા પ્રકાશમાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પારદર્શિતા જાળવવા માટે આ કેસને વ્યાપક તપાસ માટે સીબીઆઈને સોંપવામાં આવશે.
જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે રાત્રે જાહેરાત કરી કે તે તાજેતરના સમયમાં પરીક્ષાઓમાં ગેરરીતિઓના આક્ષેપોને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે NEET-PG પ્રવેશ પરીક્ષાને મુલતવી રાખી રહ્યું છે. UGC-NET મુલતવી રાખવામાં આવ્યાના એક દિવસ બાદ આ નિર્ણય આવ્યો છે. જો કે, ધર્મેન્દ્ર પ્રધાને NET પેપર લીક થવાનો ઇનકાર કર્યો હતો.જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો કે પીએમ મોદીના શાસનમાં શિક્ષણ વ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે. તેમણે ટ્વિટર પર લખ્યું, “હવે NEET-PG પણ મુલતવી રાખવામાં આવી છે. નરેન્દ્ર મોદીના શાસનમાં બરબાદ થયેલી શિક્ષણ પ્રણાલીનું આ બીજું કમનસીબ ઉદાહરણ છે.
Reporter: News Plus