News Portal...

Breaking News :

પ્રાથમિક સારવાર સાથે પ્રામાણિકતા નું ઉત્તમ ઉદાહરણ એટલે 108 :અંબાલા ફોરેસ્ટ 108 ના કર્મીઓ એ બેભાન દર્દીનો આશરે 1.30 લાખ નો સામાન એમના સગા ને પરત કર્યો

2024-06-23 11:47:43
પ્રાથમિક સારવાર સાથે પ્રામાણિકતા નું ઉત્તમ ઉદાહરણ એટલે 108 :અંબાલા ફોરેસ્ટ 108 ના કર્મીઓ એ બેભાન દર્દીનો આશરે 1.30 લાખ નો સામાન એમના સગા ને પરત કર્યો


છોટાઉદેપુર તાલુકો છોટાઉદેપુર જિલ્લાના અલીરાજપુર રોડ અંબાલા ગામમાં એક વ્યક્તિનું અકસ્માત થયું હતું 


જેમાં નજીકની 108 લોકેશન અંબાલા ફોરેસ્ટ ને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી ઈએમટી શંકરભાઈ રાઠવા પાયલોટ જગદીશભાઈ રાઠવા 108 ની ટીમ દ્વારા ઘટના સ્થળ પર તપાસ કરતા દર્દી બેભાન મળી આવેલ હતા અને દર્દી સાથે કોઈ ના હતું,દર્દીને 108  એમ્બ્યુલન્સ મા પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક સારવાર માટે છોટાઉદેપુર માં આવેલી કેસર હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા . 


બેભાન દર્દી પાસેથી એક સોનાની ચેન ,એક ચાંદીનું કડું અને vivo કંપનીનો મોબાઇલ મળી આવેલ હતું, દર્દી સાથે કોઈ સગાસંબંધી હતા નહીં આથી દર્દીના મામા જયેશભાઈ ને ફોન કરીને કેસર હોસ્પિટલમાં બોલાવીને દર્દી પાસેથી મળેલ કુલ સામાન અંદાજિત રકમ ₹1,30,000 પરત કરી પ્રમાણિત નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Reporter: News Plus

Related Post