આંતરરાષ્ટ્રીય યોગ દિવસે દેશભરના લોકોએ યોગ કરી આ દિવસની ઉજવણી કરી. પરંતુ વડોદરાની ફેશન ડિઝાઇનરે ગોલ્ડન ટેમ્પલમાં યોગ કરતાં વિવાદ સર્જાયો.
ફેશન ડિઝાઇનર સામે આ મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી. જેની સામે ફેશન ડિઝાઇનરે શીખ સમુદાયની માફી માંગી.પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાની ફેશન ડિઝાઇનર તેમજ વિશ્વભરમાં યોગનાં પ્રચાર પ્રસાર માટે કાર્યરત અર્ચના મકવાણાએ ગોલ્ડન ટેમ્પલમાં યોગ કરતા વિવાદમાં આવી છે. ફેશન ડિઝાઇનર અર્ચના મકવાણા સામે અમૃતસરમાં શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમિટીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સાથે જ SGPCએ બેદરકારી બદલ ત્રણ સેવકોને સસ્પેન્ડ પણ કર્યા છે.આ મામલે ફેશન ડિઝાઇનર અર્ચના મકવાણાએ શીખ સમુદાયની માફી માંગી છે. સાથે જ આ વિવાદ બાદ ફેશન ડિઝાઇનરને જાનથી મારી નાંખવાની ધમકી મળી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. અર્ચનાને ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી મળી રહી છે. મોદી ભક્ત હોવાનાં નાતે કૃત્ય કર્યું હોવાનું કહી અર્ચનાને ધમકી મળી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
Reporter: News Plus