વડોદરા શહેરનો અકોટા બ્રિજ હવે અકસ્માત ઝોન બનતો જઈ રહ્યો છે. કારણકે, વધુ એક વખત અકોટા બ્રિજ પર પુરપાટ ઝડપે દોડતી કારનો અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે.
મોડી રાત્રે એક કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રેલિંગ અને ઝાડ સાથે અથડાઈ જતા કાર પલ્ટી મારી ગઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરમાં મોડી રાતના એક ફોરવીલર કાર ફૂલ સ્પીડમાં અકોટા થી દાંડિયા બજાર તરફ જઈ રહી હતી. તે દરમિયાન કાર ચાલકે સોલાર નીચે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રેલિંગ અને ઝાડ સાથે અથડાઈ ને પલટી ખાઈ ગઈ હતી. આ અંગે લોક ચર્ચા મુજબ એવું જાણવા મળ્યું કે ગાડીમાં એક મહિલા સહીત 3 લોકો સવાર હતા.
જેમાં એક યુવક દારૂ પીધેલો હતો. અને બીજો વ્યક્તિ ભાગી ગયો હતો.આ ઘટનામાં એક મહિલા અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા 108 દ્વારા સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાં મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના સમયે લોક ટોળા વળતા એક ઈસમને લોક ટોળા દ્વારા ધોલાઈ પણ કરવામાં આવી હતી.
Reporter: News Plus