વડોદરા શહેરનું વાતાવરણ મોડી રાતે એકાએક પલટાયું હતું આકાશમાં વાદળો ધેરાયા અને સિઝનનો પહેલો વરસાદ વરસ્યો. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગમન થતા શહેરીજનોને ગરમીથી રાહત મળી.
ગુજરાતમાં ચોમાસાના આગમન બાદ ચોમાસાના આગળ વધવાની પ્રક્રિયા નબળી પડતા જોઈએ તેવો વરસાદ ન થયો. જેના કારણે ધરતીપુત્રો સહીત લોકો ચિંતિત બન્યા હતા. પરંતુ હવે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું બન્યું છે. જેમાં વડોદરા શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે.
વડોદરા શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સીઝનનો પહેલો વરસાદ શરૂ થયો છે. શહેરના સયાજીગંજ, અલકાપુરી, રાવપુરા, સમા સહીત અનેક વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. ઠંડા પવન સાથે વરસાદ ખાબકતા ગરમીથી રાહત મળી હતી અને શહેરમાં વરસાદ ખાબકતા બફારાથી લોકોને આંશિક રાહત મળી છે.
Reporter: News Plus