નવાયાર્ડ લોકોશેડ આગળ આવેલ ખાટકી વાસમાં વરસાદને પગલે પરાવર ગંદકીને કારણે સ્થાનિક રહીશોને ભારે હાલકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
હાલ સમગ્ર શહેરમાં વરસાદની મોસમ જામી છે ત્યારે વરસાદને કારણે ભરાયેલા પાણીને પગલે ખાટકીવાડ વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકરી રહ્યા છે. એક તરફ વરસાદનું પાણી સતત વરસે છે તો બીજી બાજુ આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગટર ઉભરાવવાની સમસ્યાનું તંત્ર દ્વારા કોઈ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. વારંવાર પાલિકામાં રજુઆત કર્યા બાદ પણ પાલિકા તંત્ર દ્વારા આ બાબતે નકકકર કામગીરી કરવામાં આવતી નથી જેને લીધે સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો છે.
સ્થાનિક રહીશોને પડી રહેલી મુશ્કેલીને લઈને પાલિકામાં સ્થાનિક નગરસેવક જહાં ભરવાડે વારંવાર રજુઆત કરી છે.પરંતુ પરિણામ શૂન્ય આવતાં આજે જહાં ભરવાડ દ્વારા તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વરસાદી સીઝન વચ્ચે ઉભરાતી ગટરની સમસ્યાને કારણે ગટરનું પાણી અને પીવાના પાણીની લાઈનમાં જો કોઈ ભંગાણ કે લીકેજ થશે તો આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના છે.પાલિકા ત્વરિત આ સમસ્યાનું નિરાકરણ કરે એ જરૂરી બન્યું છે.
Reporter: News Plus