News Portal...

Breaking News :

વડોદરાના સાવલી ખાતે એક યુવક ઇલેક્ટ્રીક થાભલા નીચે પેશાબ કરવા કરંટ લાગવાના કારણે મોતને ભેટ્યો.

2024-07-02 13:48:49
વડોદરાના સાવલી ખાતે એક યુવક ઇલેક્ટ્રીક થાભલા નીચે પેશાબ કરવા કરંટ લાગવાના કારણે મોતને ભેટ્યો.


ચોમાસાની સીઝન દરમિયાન વીજ પોલથી દૂર રહેવું જોઈએ. કારણકે, હાલમાં જ વડોદરા જિલ્લાના સાવલી ખાતે થી એક ખુબ જ ભયાનક ઘટના સામે આવી છે.


જેમાં એક યુવકનું ઇલેક્ટ્રીક થાભલા નીચે પેશાબ કરવા જતા જોરદાર કરંટ લાગવાના કારણે સારવાર દરમિયાન મોત થયું છે.સાવલી તાલુકાના વાંકાનેર ગામની સીમમાં રાહી બ્રિક્સ ઇંટોના ભઠ્ઠા પાસે રહેતા તેમજ મૂળ ઉત્તરપ્રદેશનો 43 વર્ષીય વીરપલ બરજોરસિંહ ઠાકુર રાત્રીના સમયે એક ઇલેક્ટ્રીક થાભલા નીચે પેશાબ કરવા ઉભો હતો. અને તે દરમિયાન ઇલેકટ્રીક થાભલા ઉપર અચાનક ભડાકો થતા વીરપલ બરજોરસિંહ ઠાકુરને કરંટ લાગ્યો હતો. 


કરંટ લાગતા તેઓ બેભાન થઈ જમીન ઉપર પડી ગયા હતા. આ દુર્ઘટનામાં તેઓના બન્ને હાથમાં ઇજાઓ થઇ હતી. જેના કારણે તેને સારવાર માટે એસ.એસ.જી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા જયાં સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું છે. વીરપલ બરજોરસિંહ ઠાકુરનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો. આ મામલે ભાદરવા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી.

Reporter: News Plus

Related Post