News Portal...

Breaking News :

વડોદરા જિલ્લાના કરજણ તાલુકા ખાતે રણછોડજી મંદિરમાં ચોર ચોરી કરતા રંગેહાથ ઝડપાયો. લોકોએ ચોરને મેથીપાક આપી પોલીસના હવાલે કર્યો.

2024-07-02 13:42:48
વડોદરા જિલ્લાના કરજણ તાલુકા ખાતે રણછોડજી મંદિરમાં ચોર ચોરી કરતા રંગેહાથ ઝડપાયો. લોકોએ ચોરને મેથીપાક આપી પોલીસના હવાલે કર્યો.


ગુનેગારો એટલા બેફામ બની ગયા છે કે તેઓમાં પોલીસનો કોઈ ખોફ હોય તેમ લાગતું જ નથી. પરંતુ ગુનેગારો એટલા બધા નીડર બની ગયા કે તેઓને પોલીસ તો છોડો ભગવાનનો પણ ભય નથી રહ્યો. ભગવાનના મંદિરમાં જ ચોરી થઇ હોવાના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે. અને આવો જ વધુ એક કિસ્સો વડોદરા જિલ્લાના કરજણ તાલુકા ખાતેથી સામે આવ્યો છે. 


જેમાં કરજણ તાલુકાના મીથાગામના મોરીફળીયામાં રહેતા વિશ્વજીતસિંહ સુરેન્દ્રસિંહ રણાએ કરજણ નવાબજારમાં આવેલ રણછોડજી મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ગતરોજ સાંજના આશરે ૧૭:૩૦ વાગ્યાના અરસામાં વિશ્વજીતસિંહે પ્રવેશ કરી મંદિરમાં આવેલ બે દાનપેટીઓ પૈકી એક દાનપેટીનું તાળું લોખંડના સાધનો વડે તોડી દાનપેટીમાં જમા થયેલ રકમ પૈકી રોકડા રૂ.૨૧,૬૬૦/- નો ચોરી કરી હતી. 


જે દરમિયાન વિશ્વજીતસિંહ ચોરી કરતા રંગે હાથે ઝડપાઇ ગયો હતો.વિશ્વજીતસિંહને ચોરી કરતા રંગે હાથ ઝડપી લોકો ધ્વરા મેથીપાક ચખાડવાવામાં આવ્યો. જેના બાદમાં લોકોએ ચોરને પોલીસને સોંપ્યો. આ મામલે કરજણ પોલીસે ચોરીની ફરિયાદ નોંધી ચોરી કરનાર આરોપી વિશ્વજીતસિંહ સુરેન્દ્રસિંહ રણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Reporter: News Plus

Related Post