News Portal...

Breaking News :

પાલિકા તંત્રના કોન્ટ્રાકટરની બેદરકારીથી રહીશો પરેશાન વારસિયા જુના આરટીઓ પાસે ખોદકામ કર્યા બાદ માટી ના હટાવતા સ્થાનિકો પરેશાન

2024-07-18 18:12:06
પાલિકા તંત્રના કોન્ટ્રાકટરની બેદરકારીથી રહીશો પરેશાન વારસિયા જુના આરટીઓ પાસે ખોદકામ કર્યા બાદ માટી ના હટાવતા સ્થાનિકો પરેશાન


વડોદરા શહેરના વારસિયા જુના આરટીઓ પાસે પાલિકા તંત્રના કોન્ટ્રાક્ટર દ્વારા વાયર માટે ખાડો ખોદીયા બાદ તેનું વ્યવસ્થિત પુરાણ ન કરી માટી રોડ સુધી રાખતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કાર્યવાહીના નામે મીંડું.


વડોદરા શહેર એ સ્માર્ટ સીટી તરીકે આગળ વધી રહ્યો છે. પરંતુ સ્માર્ટ સિટીમાં માત્ર પાલિકાના અધિકારીઓ સાથે મિલીભગતથી કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર ભ્રષ્ટાચાર આચારવામાં આવે છે. જેનો ભોગ નાગરિકો બનતા હોય છે. શહેરના જુના આરટીઓ વારસીયા રીગ રોડ પાસે પાલિકા તંત્રના કોન્ટ્રાક્ટર દ્વારા વાયર નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા ત્યારબાદ તેનું યોગ્ય પુરાણ ના કરતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે.


જોકે ચોમાસાની મોસમ છે તેમાં જો પાણી ભરાઈ જાય અને મોટી જાન હાની થાય તો જવાબદાર કોણ? ખાડા નું પુરાણ બરાબર ના કરતા જે માટી છે એ રોડ પર આવી જતા સ્થાનિકોને અવરજવરમાં તકલીફ પડે છે. પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ નિરાકરણ આવ્યું નથી. જેથી તંત્ર કામગીરી કરે તેવી માંગ સ્થાનિક રહીશોએ કરી છે. જોકે ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે રહીશો પરેશાન થઈ રહ્યા છે

Reporter:

Related Post