રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈને અત્યાર સુધી ચૌદ જેટલા બાળકોના મોત નીપજ્યા છે ત્યારે શહેરની સયાજી હોસ્પિટલમાં પણ ત્રણ શંકાસ્પદ દર્દીઓની હાલ સારવાર ચાલી રહી હોવાની વિગતો સામે આવી છે.
ચંદીપુરા વાયરસને લઈને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની બેઠકોનો દૂર પણ શરૂ થયો છે અને આરોગ્ય વિભાગ દ્વારા કામગીરીને લઈને એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે.રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 26 જેટલા કેસો નોંધાયા છે જેમાં 14 જેટલા બાળકોના મોત થયા છે આ વાયરસને લઈને આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને અનેક વિસ્તારોમાં રહેતા લોકો સુધી પહોંચીને વાઇરસથી બચવા અંગેના કામગીરી પણ ફિલ્ડ સ્ટાફ કરી રહ્યો છે. હાલમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી એવી સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના ત્રણ દર્દીઓ હાલ.સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
આ ત્રણેય બાળ દર્દીઓ હોસ્પિટલના બાળરોગ વિભાગમાં હાલ.સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોવાની વિગતો સામે આવી છે. એસએસજીના સત્તાધીશોની વાત મુજબ હાલ હોસ્પીટલ ખાતે ચાંદીપુરા વાયરસ સંબંધી બાળ દર્દીઓની સારવાર માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે માખીના ટ્રાન્સમિશનથી થતા આ રોગને લઈને હોસ્પિટલના સત્તાધીશો તમામ પરિસ્થિતીને પહોંચી વળવા માટે તૈયાર બન્યા છે આ માટે હોસ્પિટલમાં એક અલાયદા વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં બાળ દર્દીઓની સારવાર કરી શકાશે.
Reporter: admin