ગૌરીવ્રત પવિત્ર તહેવાર નિમિતે બરોડા નજીક આવેલ કોટલી ગામની કોટલી પ્રાથમિક શાળામાં ભણતી જરૂરિયાતમંદ 50 છોકરીઓના,આ તેહવારને ખાસ બનવા માટે એકતા રંગમ મોદી અને એના મિત્રો દ્વારા એક અલગ પ્રયાસ કરવામાં આવેલ છે કે જે આ નાની બાળકીઓની ખુશીનું કારણ બની શકે.
આ વ્રત સારા પતિ મેળવવા માટે હોય છે. 5 દિવસ ભગવાનની પૂજા અને આરાધના કરવામાં આવે છે. આ 5 દિવસ અલૂણા વ્રત કરે છે. સ્ત્રી હોય કે નાની દિકરી બધાને તૈયાર થવું તો ગમે જ છે. આ પર્વ નિમિતે બાળકીઓ માટે હેર કટીંગ, નેઇલ આર્ટ, મહેંદી અને ફરાળી નાસ્તો માટેનું સુંદર આયોજન કર્યું હતું.આ સેવાના કાર્યમાં મને હેરકટીંગ માટે મને પૂર્વી પાઠક કે જે પોતાનું કુસુમ બ્યૂટી પાર્લર, સમા વિસ્તારમાં આવેલું છે, તેમની ટીમ દ્વારા નાની બાળકીનો હેર કટીંગ અને બ્લોડ્રાય નિ:શુલ્ક કરી દીધું હતું. તમને જાણીને નવાઇ લાગશે કે અમુક બાળકીઓ એ તો પ્રથમ વખત જ હેરકટીંગ કરાવ્યું હતું. બાળકીઓના ફેસનો લૂક જ ચેન્જ થઇ ગયો હતો અને તે ખુબજ સુંદર લાગતી હતી.નેઇલ આર્ટ માટે જીયા પરીખએ મારા આ ઉમદા અને સેવાકીય પ્રવૃતિમાં નિ:શુલ્ક સેવા નો સાથ મળેલ. જીયા પોતે 17 વર્ષની જ છે, અને પોતાની પરીક્ષા હોવા છતાં બાળકો હાથ સુંદર લાગે એ માટે આવી હતી. અમુક બાળકીનો તો નેઇલ પેન્ટ એટલે શું એ પણ નોતી ખબર. જીયા પરીખે બાળકીઓને અલગ અલગ કલર અને આર્ટ કરી દીધું હતું.
બાળકીનો ફેસ પર એક અલગ સિમત હતું. જીયા પરીખ પોતાનો નેઇલ આર્ટનો સ્ટુડિયો ચલાવે છે.મહેંદી કોને ના ગમે ! મહેંદી માટે નિકિતા ચૌહાણ ( હની મહેંદી આર્ટ સોમાતલાવ )મદદ માટે આગળ આવી હતી કે જે પોતે ઘણા વર્ષોથી તહેવારમાં બાળકીઓને મહેંદી મૂકી દે છે. તે પોતે મહેંદી ક્લાસ પણ ચલાવે છે. જરૂરરિયાત લોકોને શીખવાડે પણ છે, જેથી સમાજની બહેનો પોતાને આત્મ-નિર્ભર બનાવી શકે. આ વ્રતમાં ખવાયએ માટે બાળકીઓને ડ્રાયફ્રુટ, સિંગના બિસ્કિટ, વેફર્સ, ફ્રૂટ અને ઘઉંનો લોટ, શણગાર માટે કપડાં, હેર-બેન, લિપસ્ટિક અને ચાંદલા આપ્યા છે.ઉનાળામાં આ સ્કૂલના બાળકોને ઠંડુ પાણી પી શકે, એ માટે અમે 3 મિત્રો એકતા, ભૂમિ અને સ્નેહાએ વોટર કૂલર, કોટલી પ્રાથમિક શાળાને ભેટમાં આપેલ છે, કે જેથી કરીને દરેક બાળક ઠંડુ પાણી પી શકે. મારું માનવું એવુ છે કે ભગવાનએ રૂપિયા તો બધાને આપે જ છે, પણ જરૂરિયાતમંદને આપણાથી બનતી મદદ કરવી જોઈએ અને દિવસ દરમિયાન કોઈનું ખુશી કારણ આપણે બનવું જોઈએ. આ બધું મારા બને પપ્પાઓ જોડથી જ શીખી છું. આ બધી બાળકીઓની ખુશી જોઈને અમે બધા મિત્રો ખબૂજ ખુશ થઈ છે.આગામી સમયમાં પણ વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરતા રહીશું.
Reporter: admin