News Portal...

Breaking News :

નવાપુરા વિસ્તારમાં દૂષિત પાણીથી ત્રસ્ત નાગરિકોની વારંવાર ફરિયાદના પગલે પાલિકા પદાધિકારીએ કરી સ્થળ મુલાકાત

2024-07-18 13:49:14
નવાપુરા વિસ્તારમાં દૂષિત પાણીથી ત્રસ્ત નાગરિકોની વારંવાર ફરિયાદના પગલે પાલિકા પદાધિકારીએ કરી સ્થળ મુલાકાત


નવાપુરા વિસ્તારમાં વર્ષો જૂની પાણી તેમજ ગટરની લાઈન હોવાને કારણે જર્જરીત થવાને લીધે વારંવાર દૂષિત પાણી પીવાની નોબત સ્થાનિક પ્રજાને આવી છે


શહેરમાં ઝાડા ઉલટી અને કોલેરાનો વાવર ચાલી રહ્યો છે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રોજ કોલેરા પોઝિટિવ દર્દી જાહેર કરવામાં આવે છે. શહેરના માંજલપુર વિસ્તાર સહિત ખોડીયાર નગર વિસ્તારમાં ઝાડા ઉલટી ના કેસો મળી આવ્યા બાદ શહેરના અનેક વિસ્તારોમાં દૂષિત અને ગંદુ પાણી મળી રહ્યાની ફરિયાદો ઉઠી છે. શહેરના નવાપુરા વિસ્તારમાં દૂષિત પીવાનું પાણી અને ડ્રેનેજની સમસ્યાઓને લઈને પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વિસ્તારની મુલાકાત લીધી હતી.પાલિકાના સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં ગંદુ અને કંટામીનેશન વાળું પાણી આવવાની ફરિયાદો તો સામે આવી હતી ત્યારે હવે શહેરના નવાપુરા વિસ્તારમાં પણ દૂષિત પાણી અને ડ્રેનેજની સમસ્યાઓને લઈને સ્થાનિક નાગરિકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદને પગલે પાલિકાના પદાધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવી રહ્યો છે. આજે પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે સ્થાનિક નગરસેવકોને સાથે રાખીને નવાપુરા વિસ્તારમાં રૂબરૂ જઈને રહીશોની ફરિયાદ સાંભળી હતી. આ વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઇન નાંખવા માટે પાલિકા દ્વારા અનેક વાર ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે પરંતુ કોઈ ઇજારદાર આ વિસ્તારમાં કામ કરવા તૈયાર નથી.


આ વિસ્તારમાં પાણી અને ડ્રેનેજની વર્ષો જૂની લાઇન હોવાથી જર્જરિત થવાને કારણે વારંવાર લીકેજ ની સમસ્યા પણ સર્જાય છે જેના કારણે વિસ્તારના રહીશું ને દુર્ગંધ મારતું દૂષિત કાળું પાણી પીવાનો વારો આવ્યો છે એક તરફ કોલેરાનો વાવડ શહેરમાં ચાલી રહ્યો છે ત્યારે નવાપુરા વિસ્તારમાં પણ આવનારા સમયમાં ઝાડા ઉલ્ટીના દર્દીઓ મળી આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં આવ્યો નથી.જેના કારણે ભર ચોમાસે સ્થાનિકોને પીવાના પાણી માટે વલખાં મારવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. દૂષિત પાણીના કારણે લોકોને પેટમાં દુખાવો, ઝાડા-ઉલટીના બનાવો બની રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી ગંદુ અને કાળુ પાણી આવી રહ્યું છે. જાણે કે ડ્રેનેજનું પાણી આવતું હોય તેટલું દુર્ગંધ અને દૂષિત પાણી આવે છે. જેના કારણે પૈસા ખર્ચીને પાણી મંગાવવું પડે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદો કરી છતાં કોઇ નિવેડો આવ્યો નથી. લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યાં છે. વર્ષોથી આ સ્થિતિ સર્જાય છે.દૂષિત પાણીને લઇ વોર્ડ નં.13ના કોંગ્રેસ કોર્પોરેટર બાળુ સુર્વેએ નિવેદન આપ્યું હતું કે, કોર્પોરેશન ડ્રેનેજ સફાઈ માટે કર્મચારીઓની સંખ્યા નથી વધારતું. 80 હજાર વસ્તીમાં માત્ર 10 જ કર્મચારીઓ હાજર છે. તેમજ પમ્પિંગ સ્ટેશન 40 વર્ષ જૂનું છે, જેની કેપેસીટી પણ વધારાતી નથી. ડ્રેનેજ લાઇન અને પમ્પિંગ સ્ટેશન નવું બનાવવા 5 વખત ટેન્ડર પ્રક્રિયા કરી પરંતુ તેમ છતાં કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરતા નથી જેને લઇ વડોદરા મહા નગર પાલિકા ના મેયર ચિરાગ બારોટ સાથે વોર્ડ નંબર 13ની નગર સેવિકા એ સ્થળ મુલાકાત લીધી હતી અને આ સમસ્યા અંગે મ્યું. કમીશ્નર અને મેયર સાથે ચર્ચા કરીને આ સમસ્યા વહેલી તકે નિરાકરણ આવે તેવી હૈયા ધારણા આપવામાં આવી છે.

Reporter:

Related Post