News Portal...

Breaking News :

ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર લોકપ્રિયતા મૃત્યુનું કારણ પણ બન્યુ

2024-07-18 12:34:16
ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર લોકપ્રિયતા મૃત્યુનું કારણ પણ બન્યુ


મુંબઈ: રીલ્સ બનાવીને ફેમસ થવાના ચક્કરમાં મુંબઈની અનવી કામદારનું રાયગઢના કુંભે ધોધ નજીક શૂટિંગ કરતી વખતે મોત થયું હતું. 


બુધવારે પોલીસ અધિકારીએ આપેલી માહિતી મુજબ રીલના શૂટિંગ દરમિયાન અનવીનો પગ લપસી જતા તે 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જતા તેનું મોત થયું હતું.મિત્રો સાથે ટ્રેકિંગ કરવા ગઈ હતી 16 જુલાઈએ અનવી તેના સાત મિત્રો સાથે રાયગઢના કુંભે ધોધ નજીક ટ્રેકિંગ કરવા ગઈ હતી.એ દરમિયાન સવારે 10:30 વાગ્યાની આસપાસ રીલ શૂટ કરતી વખતે તેનો પગ લપસી જતા તે ખીણમાં પડી ગઈ હતી. જેના પગલે સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક ધોરણે બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલી હતી. 


આ માટે કોસ્ટ ગાર્ડ દળોની સાથે મહારાષ્ટ્ર રાજ્ય વિદ્યુત બોર્ડના કર્મચારીઓ પાસેથી પણ મદદ માંગવામાં આવી હતી, પરંતુ અનવીને બચાવી શકાઈ ન હતી. તેનું રેસ્ક્યૂ કરીને તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી ત્યાં ડોકટરે તેને મૃત જાહેર કરી હતી.અનવીને હરવા ફરવાનો શોખ હતો અને આ જ શોખને તેણે પોતાની કારકિર્દી બનાવી લીધી હતી. તેના સોશિયલ મીડિયા પર બે લાખ 56 હજારથી વધુ ફોલોઅર્સ છે. તેમજ ઈન્ફ્લુએન્સરે સીએનો અભ્યાસ પણ કર્યો હતો અને થોડો સમય ડેલોઈટ નામની કંપનીમાં પણ કામ કર્યું હતું. પરંતુ ફરવાનો શોખ અને વીડિયો બનવવાની પ્રતિભાના હોવાના કારણે તેણે ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર તરીકે લોકપ્રિયતા મેળવી અને તે જ તેના મૃત્યુનું કારણ પણ બની.

Reporter: admin

Related Post