હરણી બોટકાંડનો આજે છ મહિના વીત્યા બાદ પણ હતભાગીઓને ન્યાય નહિ મળતા કોંગેસ દ્વારા ખાતે શાંતિપૂર્વક વાતાવરણમાં ધરણા કરીને ન્યાય આપવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી જેમાં પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી છે.
હરણી મોટનાથ તળાવ ખાતેના હરણી લેકઝોન ખાતે બાળકો તથા શિક્ષકો બોટિંગ કરવા ગયા હતા ત્યાં બોટ ડૂબી જવાની ઘટનાએ સમગ્ર ગુજરાતને હચ મચાવી દીધુ હતું. આ બનાવમાં કુલ બાર વિધ્યાર્થીઓ અને શાળાના બે શિક્ષિકાઓ મળીને ચૌદ જણાના દુઃખદ મોત નિપજ્યા હતા.ઘટનાને પગલે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જવાબદારોને બક્ષવામા નહીં આવે તેમ જણાવ્યું હતું. પરંતુ આ કેસમાં જવાબદારો જામીન પર બહાર આવી ગયા છે.
નામદાર ગુજરાત હાઇકોર્ટે દ્વારા સરકાર અને તંત્રના રિપોર્ટ સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પૂર્વ મ્યુનિ.કમિશનર એચ.એસ.પટેલ તથા વિનોદ રાવ મુદ્દે પણ જવાબદેહી નક્કી કરવા સૂચના આપવામાં આવી છે. આજે 18 જુલાઇના રોજ આ હરણીબોટકાંડના મૃતકોની અર્ધવાર્ષિક પૂણ્યતિથિ છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આ 14 મૃતકોના પરિવારને ન્યાય આપવાની માગ સાથે ગાંધીનગર ગૃહ ખાતે શાંતિપૂર્ણ રીતે ધરણાં પર બેઠા હતા સાથે જ તેમણે જવાબદાર દોષિતોને જેલભેગા કરવાની માંગ કરી હતી તે દરમિયાન પોલીસે ધરણાની પરવાનગી ન આપી હોવાનું કારણ આગળ કરી શાંતિપૂર્ણ રીતે ધરણા પર બેઠેલા કોંગ્રેસના આગેવાનો કાર્યકરોની અટકાયત કરી
Reporter: admin