અમદાવાદ: વિશ્વમાં જાણીતી અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ખાતે ચંદ્રયાન-4 દ્વારા ભેગા કરવામાં આવેલા ચંદ્રના અવશેષો અને નમૂનાઓનું વિશ્લેષણ થશે.
2028માં ઈસરો દ્વારા થનારા ચંદ્રયાન-4ના નવા મૂન મિશન માટે જે સ્પેસક્રાફ્ટ તૈયાર થઈને અવશેષો અને નમૂનાઓ ભેગા કરશે.તેમાં ભારતીય રોબોટનો ઉપયોગ કરવામાં આવશે અને આ નમૂનાઓ ભારતની જાણીતી પી.આર.એલ. લેબોરેટરીમાં લાવીને તેના પર વધુ અભ્યાસ કરવામાં આવશે. સાયન્સ ક્ષેત્રે પી.આર.એલ.અને ઈસરોનું આ સંયુક્ત અભિયાન ભારતના ભાવિ સ્પેસ રિસર્ચ માટે ક્રાંતિકારી પગલું બની રહેશે.આ અંગેની જાણકારી પી.આર.એલના પ્લેનેટરી લેબોરેટરીના પ્લેનેટરી સાયન્સ ડિવિઝનના હેડ ડો. કુલજીત કૌર મહોંસે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અનેક સ્પેસ સંશોધનોમાંથી મળી આવેલા અવશેષોને સંગ્રહિત કરીને તેના નમૂનાને સાચવવા માટે જાણીતી અમદાવાદ સ્થિત ફિઝિકલ લેબોરેટરીમાં ચંદ્રની ધરતી અને ત્યાંની ધૂળ અને એસ્ટેરોઈડસના નમૂનાના સંશોધન માટે જાણીતી છે.
હાલમાં જ પી.આર.એલની મુખ્ય લેબ નેનોસિમ્સ અને એક્સ ટેરા લેબ વિવિધ સંશોધનો થકી અમેરિકાની નાસા, રશિયાની રોક્સોમોસ અને જાપાનની જાક્સા સીધી જ સંકળાયેલી છે.ઈસરો દ્વારા થઈ રહેલા ચંદ્રયાન-4ના લુનાર મિશનમાં પીઆરએલની લેબોરેટરી પણ સંશોધનમાં પહેલીવાર ભારતીય રોબોટ દ્વારા ભેગા કરીને તેના અવશેષોને સંગ્રહિત કરીને તેના રિસર્ચમાં અગ્રેસર રહેશે. સ્પેસના ઈતિહાસમાં અમદાવાદની પી.આર.એલનો ચંદ્રયાન-4માં થઈ રહેલો આ ફાળો એક ઐતિહાસિક હશે.
Reporter: admin