માંજલપુર વિસ્તારમાં આવેલ જી.આઈ.ડી.સીમાં જાહેર માર્ગ પર એક યુવકે ઝાડ પર ફાંસો ખાઈને આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી હતી.
માંજલપુરમાં આવેલી ઔદ્યોગિક વસાહત ભારે ચહલ પહલ રહેતી હોય છે. મોટા અને મધ્યમ ઉધોગ એકમોની વચ્ચે અજાણ્યા યુવકના આપઘાતની ઘટનાથી અરેરાટી ફેલાઈ ગઈ હતી. જી.આઈ.ડી.સીમાં સવારના સમયે ટ્રાફિકથી ધમધમતા મુખ્ય રોડ પાસે એક શ્રમજીવી જેવા દેખાતાં યુવકે ઝાડ ઉપર ગળે ફાસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધા ની ઘટના સામે આવી છે.
આપઘાત કરવા માટે યુવકે ટેબલનો ઉપયોગ કર્યો હતો અને ટેબલની મદદથી ઝાડ પર ફાંસીનો ગાળિયો બનાવી યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આપઘાતના બનાવ અંગે માંજલપુર પોલીસને જાણ કરાતાં મદદનીશ પોલીસ કમિશનર પ્રવીણ કટારીયા સહિત પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
Reporter: admin