વડોદરાના શહેરના વાસણા રોડ વિસ્તારમાં શુક્રવાર નોરોજ સવારે શોર્ટ સર્કિટ ના કારણે ઇકો વાનમાં આગ લાગતા ચાલક તેમજ મહિલાનો બચાવ થયો હતો.
શહેરના વાસણા રોડ ડી-માર્ટ થી તાંદલજા તરફ જતી વાનમાં ધુમાડા નીકળતા વાહન ચાલકે સમય સૂચકતા વાપરી કારને એક બાજુએ લીધી હતી. દરમિયાનમાં ધુમાડાની સાથે આગની ચિનગારી નીકળવા માંડતા સ્થાનિક લોકો મદદએ આવ્યા હતા અને કારચાલક પુરુષ અને મહિલાને બચાવમાં મદદરૂપ થયા હતા. થોડીકવારમાં વાન આગમાં લપેટા હતા.
યુવકોએ નજીકની સ્કૂલમાંથી આગ બુજાવવાના સાધન તેમજ નજીકના મકાનોમાંથી પાણી લાવી આગ કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડ આવી જતા આગ કાબુમાં લઈ લેવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ પેટ્રોલની પાઇપ લીકેજ થતા શોટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું મનાય છે.
Reporter: News Plus