મહાનગરપાલિકાની જન્મ મરણ અને લગ્નની નોંધણી ની કચેરી શહેરના સીટી મધ્યમાંથી હવે સ્થળાંતર તાજવીજ હાથ ધરાતા વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના નગરસેવક દ્વારા તંત્રને અપીલ કરી છે કે આ જન્મ મરણની અને લગ્નની નોંધણીની કચેરી શહેરના મધ્યમાં હોવી જોઈએ જેથી કરીને તમામ નાગરિકોને નજીક પડે તે માટે તંત્રને રજુઆત કરવામાં આવી.

શહેરનાસિયા બાગ ખાતે આવેલ જન્મ મરણ અને લગ્નની નોંધણીની કચેરી ની બિલ્ડીંગ જર્જરિત થતા પાલિકા તંત્ર દ્વારા તેને ડિમોલેશન કરવા માટેની તાજવીજ હાથ ધોરણમાં આવી ત્યારે આ જન્મ મરણ અને લગ્ન નોંધણી ની કચેરી સિટીના મધ્યમાંથી માંજલપુર વિસ્તારમાં સ્થળાંતર કરવામાં આવનાર છે જેને લઈને વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના નગરસેવક બાળુંસૂર્વે એ તંત્રને અપીલ કરવામાં આવી છે.

કે આ જન્મ મરણની કચેરી સિટીમાં હોવી જોઈએ જેથી કરીને તમામ લોકોનું આ કચેરી નજીક પડે અને જો આ કચેરી છેવાડે લઈ જવામાં આવશે તો તમામ નાગરિકોને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડશે. જેથી પાલિકા ડિમોલેશન તો કરે પણ એની જે કચેરી છે એ શહેરના મધ્યમાં રાખવામાં આવે તેવી રજૂઆત કરવી છે.

Reporter: News Plus