News Portal...

Breaking News :

તરસાલીના દિવાળીપુરા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો ના લાઈટ,પાણી અને ડ્રેનેજ ના કનેક્શન કાપી નાખતા પાલિકા ખાતે હોબાળો

2024-06-28 14:15:00
તરસાલીના દિવાળીપુરા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો ના લાઈટ,પાણી અને ડ્રેનેજ ના કનેક્શન કાપી નાખતા પાલિકા ખાતે હોબાળો


વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં આવેલ દિવાળીપુરા ના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો ના તંત્ર દ્વારા લાઈટ, પાણી અને ડ્રેનેજ ની લાઈનો કાપી નાખવામાં આવતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે દિવાળીપુરા ના ગુજરાત હાઉસિંગ બોર્ડના 312 મકાનોના રહીશોએ શુક્રવારના રોજ મહાનગરપાલિકા ખાતે મોરચો પહોંચ્યો હતો અને અમારી લાઈટ પાણી ડ્રેનેજ ની લાઇન વહેલી તકે ચાલુ કરવા ની માંગ કરી હતી.


મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન શહેરમાં અનેક જર્જરિત ઇમારતોને ડિમોલેશન અથવા રીપેરીંગ કરવા માટેની નોટિસો આપવામાં આવી હતી ત્યારે  શહેર તરસાલી દિવાળીપુરા ખાતે 312 મકાનોને નોટિસ આપવામાં આવી હતી કે આ મકાનોનું સમારકામ અથવા મકાનો તોડી નવેસરથી બનાવવા માટે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી પરંતુ સ્થાનિક લોકો દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા તંત્ર દ્વારા ગતરોજ સ્થાનિક લોકોના વીજ કનેક્શન પાની કનેક્શન અને ડ્રેનેજ નું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિક લોકોએ પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને પણ રજૂઆત કરી હતી 


ત્યારે તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કેમ આ નિર્ણય પર ફરી વિચાર કરવામાં આવશે પરંતુ 24 કલાક વીતી ગયા છતાં તંત્રનો યોગ્ય જવાબ ન મળતા સ્થાનિક લોકોએ પાલિકાની વડી કચેરી ખાતે હલાબોલ કરી તંત્ર વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા. અને વહેલી તકે લાઈટ પાણી ડ્રેનેજ ની સુવિધા શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી જો તમારા લાઈટ પાણી ના કનેક્શન કે શરૂ કરવામાં નહીં આવે તો ઉપગ્રહ આંદોલનની જિંદગી ઉચ્ચારી હતી. જોકે મહાનગરપાલિકાએ ચોમાસા દરમિયાન કોઈને પણ ઘરથી બેઘર કરવાના ના હોય પરંતુ સ્માર્ટ સિટીના નામે  શહેરમાં ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. પાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવતું નથી.

Reporter: News Plus

Related Post