News Portal...

Breaking News :

યુક્રેનમાં સંઘર્ષના વહેલા ઉકેલ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર

2024-09-24 10:52:48
યુક્રેનમાં સંઘર્ષના વહેલા ઉકેલ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર


યુએન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. 


આ દરમિયાન વડાપ્રધાન મોદીએ યુક્રેનમાં સંઘર્ષના વહેલા ઉકેલ અને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપના માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. પીએમ મોદીએ યુએન જનરલ એસેમ્બલીમાં 'સમિટ ફોર ધ ફ્યુચર' દરમિયાન આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પશિન્યાન અને વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લેમ સાથે પણ મુલાકાત કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'X' પર પોસ્ટ કરી લખ્યું કે, 'ન્યૂયોર્કમાં યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકીને મળ્યા. અમે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે ગયા મહિને યુક્રેનની અમારી મુલાકાતના પરિણામોને અમલમાં મૂકવા માટે પ્રતિબદ્ધ છીએ. યુક્રેનમાં સંઘર્ષના વહેલા ઉકેલ અને શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપના માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો.


વડપ્રધાન મોદીને મળ્યા બાદ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ 'X' કરીને લખ્યું કે, 'આ વર્ષે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ ત્રીજી દ્વિપક્ષીય મુલાકાત છે. અમે સક્રિયપણે અમારા સંબંધોનો વિકાસ કરી રહ્યા છીએ અને વિવિધ ક્ષેત્રોમાં સહકારને મજબૂત કરવા સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમારી વાટાઘાટોનું મુખ્ય ધ્યાન આંતરરાષ્ટ્રીય મંચો, ખાસ કરીને UN અને G20માં અમારી સંલગ્નતા વધારવા તેમજ શાંતિ ફોર્મ્યુલાને લાગુ કરવા અને બીજી શાંતિ સમિટની તૈયારીઓ પર હતું. અમે ઉપલબ્ધ તકો પર નોંધપાત્ર ચર્ચા કરી હતી. અમારી સાર્વભૌમત્ત્વ અને પ્રાદેશિક અખંડિતતાના તમારા સ્પષ્ટ સમર્થન માટે હું તમારો આભારી છું.

Reporter: admin

Related Post