અમો છેલ્લા 30 વર્ષથી વડોદરા રેલવે પાર્સલ ઓફિસ સાથે સંકળાયેલા છે અને એજન્ટ અને લિઝહોલ્ડર તરીકે કાર્ય કરીએ છીએ, રેલવેમાં અમે ટેન્ડર મારફતે રેલવે નો માલ સામાન મારવાનું ડબ્બો SLR લિઝ પર લઈને અમારું ગુજરાન ચલાવીએ છીએ અને રેલવેને પણ ધંધો લઈને આપીએ છીએ અમારા તરફથી જે લેબર ને નિયુક્ત કરવામાં આવી છે જેઓને રેલ્વે પાર્સલ ઓફિસ તરફથી આઈકાર્ડ બનાવી આપવામાં આવ્યું છે
ગતરોજ તારીખ બે પાંચ 2024 ના રોજ રાત્રિના 11:00 વાગ્યાના સુમારે ડીસીએમ પીએમ શ્રી અલ્પેશ પંચાલ સાહેબ રેલવે પર ચેકિંગમાં આવ્યા હતા તેઓએ અમારા લેબરના કાર્ડ ઉપર ચેક કર્યા હતા અને જે કાર્ડ પાર્સલ ઓફિસ તરફથી બનાવી આપ્યા હતા તે છતાં તેમણે એમના પદનો દુરુપયોગ કરીને અમારા લેબરો અને 350 રૂપિયાની પાવતી બનાવી આપી હતી જે ગેર વ્યાજબી હતી અને લેબર ને કોઈપણ વાંકે ગુના વગર આરપીએફના સુપ્રત કરેલ હતા જેથી હું ગોપાલ શ્રી નારાયણ શાહ ગોપાલ શાહ રેટ ફોરવર્ડ ના માલિક અમોને રાત્રે 11:30 વાગે આવીને આરપીએફ ઓફિસ આવવું પડ્યું હતું. જ્યાં આરપીએફ મેડમ એ અમારી જોડે સારી રીતે વાત કરી હતી અને સહકાર આપ્યો હતો. પરંતુ ડી આર એમ ઓફિસના સાહેબો દ્વારા અમોને વારેવારે આ રીતે હેરાન પરેશાન કરવાની કોશિશ કરવામાં આવે છે
Reporter: News Plus