News Portal...

Breaking News :

પરિવારજનોને ઝેર આપી ખૂન કરવા પાછળનો ઈરાદો આર્થિક સંકળામણમાં હોય: હત્યારાના બનેવી નું નિવેદન

2024-05-05 12:56:48
પરિવારજનોને ઝેર આપી ખૂન કરવા પાછળનો ઈરાદો આર્થિક સંકળામણમાં હોય: હત્યારાના બનેવી નું નિવેદન

વડોદરા : શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં બે દિવસ અગાઉ સર્જાયેલા ડબલ મર્ડર હત્યા કેસમાં ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે આરોપી ચેતન સોનીએ ગોલ્ડ પ્લેટિંગમાં વપરાતા પોટેશિયમ ગોલ્ડ સાઈડનાઈટને શેરડીના રસમાં ભેળવીને પોતાના પિતા પત્ની અને પુત્રને મારી નાખવાનો ગયો હતો ત્યારબાદ ઝેરી રસાયણ પીવાથી મૃત્યુ પામેલા પિતા અને પત્નીના મૃતદેહની અંતિમવિધિ હાથ ધરી દીધી હતી.

 ઉપરોક્ત ડબલ મર્ડર કેસ નો પડદાફાશ  થતા અત્યારે ચેતન સોની એ પણ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો . જ્યારે શેરડીનો ઝેરી રસ પીવાથી ગંભીર હાલતમાં રહેલો હત્યારા ચેતન સોની નો પુત્ર આકાશ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ડબલ મર્ડર હત્યા કેસથી  ચકચાર મચી ગઈ છે.

 ઉપરોક્ત હત્યા કેસ અંગે જીવન મરણ વચ્ચે લઈ રહેલા મામા મનોજકુમાર જશવંતલાલ સોનીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર સમાજના રીત રિવાતો મુજબ વડોદરા ના તરસાલી ખાતે રહેતા ચેતન મનહરલાલ સોની સાથે બિન્દુબેન ના લગ્ન હતા તેઓ તરસાલી વિસ્તારમાં આવેલા નંદનવન સોસાયટીમાં ભાડેથી રહે છે. ઘટના અંગે અમને ટેલીફોન ઉપર જાણ થઈ હતી. મારા બનેવીના મિત્ર અનિલ કુમારે અમને ફોન ઉપર જણાવ્યું હતું કે તમારા બેન તમારો ભાણિયો એ તમારા બનેવી ના પિતાએ શેરડીનો રસ પીધો છે જેની આડ અસર થતા તેઓને સીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે આ બનાવવાની જાણ થતા મારી પત્ની ખેડાના હલદર વાસ થી નીકળીને વડોદરા આવ્યા હતા.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારા બંનેની ચેતનભાઇએ તેમના પરિવારજનોને ઝેર આપી ખૂન કરવા પાછળનો ઈરાદો તેઓ આર્થિક સંકળામણમાં હોય આ પગલું ભર્યું હોવાનું મારું માનવું છે.

Reporter: News Plus

Related Post