વડોદરા : ગુજરાત રિફાઈનરીની બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં ધડાકા સાથે લાગેલી આગમાં કોન્ટ્રાક્ટ પરના બે કર્મચારીઓના મોત થયા હતા.
તેમના પરિવારજનો આજે વળતર અને ન્યાયની માગ સાથે રિફાઈનરીની બહાર ધરણા પર ઉતર્યા હતા. પરિવારજનોએ રિફાઈનરીના સત્તાધીશો પર ગંભીર આક્ષેપો કર્યા હતા.દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કર્મચારી ધીમંત મકવાણાના બનેવીએ કહ્યું હતું કે, આગ લાગ્યાની જાણકારી મળ્યા બાદ અમે સાંજથી અહીંયા આવીને બેઠા છે પણ અમને રિફાઈનરી તરફથી કે કોન્ટ્રાકટર તરફથી કોઈ જાતની જાણકારી આપવામાં આવી નથી.
રિફાઈનરીના અધિકારીઓને માણસના મોતની કોઈ કિંમત નથી. વહેલી સવારે ધીમંતના પત્ની પર ચાર વાગ્યે તેમના મોતની જાણ કરતો ફોન આવ્યો હતો. તેના પહેલા તો કોઈ વાત કરવા માટે તૈયાર નહોતું. કોન્ટ્રાકટરે તો ધીમંતના સગા બોલીએ છે તેવું સાંભળતા જ ફોન કાપી નાંખ્યો હતો. અમને તો એવુ જ હતું કે, ધીમંત ઈજાગ્રસ્ત છે. ધીમંતને પાંચ વર્ષનો દીકરો છે. તેની પત્ની અને માતા પિતા પણ છે. તેમનો સહારો છીનવાઈ ગયો છે.
Reporter: admin