વડોદરા : દેવ ઉઠી અગિયારસ પ્રબોધની એકાદશી અને તુલસી વિવાહના અલૌકિક દર્શન નિમિત્તે વૈષ્ણવોના વ્રજ સુખધામ હવેલી ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી 108 ડોક્ટર વાગીશ કુમારજી મહારાજના આશીર્વાદ દ્વારા બસ તું એક બાર આજા ગિરિરાજ કે શરણ મે, ગોવર્ધન મહારાજ તેરે માથે મુગટ બિરાજી રહ્યો, વૈષ્ણવો હાથમાં પાત્રમાં દૂધ લઈને પ્રભુને દૂધની દ્વારા કરવા માટે ખૂબ લાંબી કતારો લાગી હતી.
એટલું જ નહીં દૂધની ધારા કરીને વૈષ્ણવો પ્રભુ ગોવર્ધનની પરિક્રમા કરીને વ્રજના સાક્ષાત જતીપુરા ધામમાં માહોલ સર્જાયો હતો. આમ વહેલી પરોઢ થી મંગલા, શૃંગાર, રાજભોગના દર્શન માટે વૈષ્ણવની ભારે ચાહલ જોવા મળી દેવ ઉઠી અગિયારસ એટલે કે દરેકને માટે આજથી શુભ મંગલ કાર્યની શરૂઆત થશે. શુભ મંગલ શરૂઆત નિમિત્તે ડો વાગીશકુમારજી મહારાજ માદરે કાંકરોલી હોવા છતાં સકલ વૈષ્ણવ સૃષ્ટિને શુભમ ભવતુ કલ્યાણસ્તુ હતું એમ શુભ આશીર્વાદ પાઠવ્યા હતા.
Reporter: admin