વડોદરા : મધ્યસ્થ જેલ માં ભારત અને સ્પેન નાં વડાપ્રધાનના માનમાં રંગોળી બનાવાઈ છે.
કલાકાર અને જેલના 6 બંદીવાનો દ્વારા છ કલાક ની મહેનત બાદ બન્ને દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝ ની 8×6 ફૂટ ની રંગોળી બનાવી ને આ બન્ને દેશો નાં રાષ્ટ્ર નેતાઓ નું અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું છે.વિશ્વના બે દેશોનાં વડાપ્રધાન વડોદરા શહેરના મહેમાન બનવાના હોય તેવું ઇતિહાસ માં સૌ પ્રથમ વખત સુવર્ણ અક્ષરે લખવવા જઈ રહ્યું છે
ત્યારે મધ્યસ્થ જેલ નાં પ્રાંગણ માં રંગોળી કળા થી આ બન્ને દેશોનાં નેતાઓ નું સ્વાગત કરવા માં આવી રહ્યું છે, વડોદરા નાં રંગોળી કલાકાર હર્ષ રાણા દ્વારા રંગોળી કાળા ની સુંદર રીતે પ્રસ્તુતિ કરાઈ હતી, હર્ષ ની સાથે રંગોળી કલા માં જેલ નાં બંદીવાનો માં કિરીટ ખરાદી, સબૂર જહનીયા, સચિન દીક્ષિત, ભાવેશ રોહિત, વિક્રમ રાઠવા અને ઈરફાન પાડા એ ભાગ લીધો હતો, ટીમ દ્વારા હવા અને ધૂળ થી રંગોળી ને નુકશાન નાં થાય તે માટે ખાસ કાળજી રાખી ને રંગોળી તૈયાર કરવા માં આવી છે.
Reporter: admin