મુંબઇ: દિવાળીના તહેવારોના પગલે રેલવે સ્ટેશન પર ભીડ વધી રહી છે. જેના પગલે મુંબઈ બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર ગત મોડી રાત્રે નાસભાગ મચી ગઈ હતી.
આ નાસભાગમાં નવ મુસાફરો ઘાયલ થયા હતા. જેમાંથી બેની હાલત નાજુક છે. આ ઘટના મોડી રાત્રે 2 વાગ્યે બની હતી. મુંબઈથી ગોરખપુર જતી ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર પહોંચી ત્યારે ટ્રેનમાં ચઢવાની ઉતાવળમાં નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં અનેક મુસાફરો ઘાયલ થયા હતા. આ તમામ મુસાફરોને સારવાર માટે ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.તહેવારોના સમયમાં રેલ્વેમાં સ્ટેશન પર ભીડ સામાન્ય બાબત છે. જ્યારે મુંબઈમાં કામ કરતા લોકો દિવાળીના તહેવારમાં પર મોટી સંખ્યામાં તેમના વતન જતાં હોય છે.
આમાંના મોટાભાગના લોકો ઉત્તર પ્રદેશ અને બિહારના છે. જેના કારણે ગોરખપુર જતી ટ્રેનમાં ચડવા માટે નાસભાગ મચી ગઈ હતી. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.જેમાં લગભગ 9 મુસાફરો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે જેમાં બેની હાલત ગંભીર હોવાની જાણકારી મળી છે. ઘાયલોની ઓળખ શબીર અબ્દુલ રહેમાન (40), પરમેશ્વર સુખદર ગુપ્તા (28), રવિન્દ્ર હરિહર ચુમા (30), રામસેવક રવિન્દ્ર પ્રસાદ પ્રજાપતિ (29), સંજય તિલકરામ કાંગે (27), દિવ્યાંશુ યોગેન્દ્ર યાદવ (18), મોહમ્મદ શરીફ શેખ (25), ઇન્દરજીત સહાની (19) અને નૂર મોહમ્મદ શેખ (18) તરીકે થઈ છે.
Reporter: admin