પૌવા સમોસા બનાવવા માટે 100 ગ્રામ પૌવા, 250 ગ્રામ ડુંગળી, તેલ અને મીઠુ જરૂર પ્રમાણે, એક ચમચી અડદની દાળ, બે ચમચી કાપેલા લીલા મરચા, એક ચમચી ગરમ મસાલો, બે પડની રોટલીઓ જરૂરી છે.
પૌવાને દસ મિનિટ પલાળી રાખવા. ડુંગળીને છીણી લેવી.તેલમાં અડદની દાળનો વઘાર કરી ડુંગળી નાખવી. સાંતળાઈ જાય એટલે પૌવા નાખી બધો મસાલો કરવો. ડબલ પડવાળી રોટલી કરી, પટ્ટી સમોસાની જેમ નાના નાના સમોસા અથવા રોટલી કાપીને મોટા સમોસા ભરી લેવા અને તેલ ગરમ કરી તળી લેવા. તમે પૌવાની જગ્યા પર પનીર પણ લઇ શકો છો. આ સમોસા ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે.
Reporter: admin