News Portal...

Breaking News :

વડોદરાના રાજમાતા શુભાંગીની ગાયકવાડે બ્રહ્માકુમારીઝ હેડક્વાર્ટર માઉન્ટ આબુ ખાતે વૈશ્વિક શિખર સંમેલનમાં ભાગ લીધો

2024-10-07 17:03:35
વડોદરાના રાજમાતા શુભાંગીની ગાયકવાડે બ્રહ્માકુમારીઝ હેડક્વાર્ટર માઉન્ટ આબુ ખાતે વૈશ્વિક શિખર સંમેલનમાં ભાગ લીધો


વૈશ્વિક સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સંબંધિત આધ્યાત્મિક સંમેલન બ્રહ્માકુમારીઝના આંતરરાષ્ટ્રીય મુખ્યાલય માઉન્ટ આબુના શાંતિવન પરિસરમાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ મહામહિમ દ્રોપદીજીના વરદ હસ્તે પ્રારમ્ભ  કરવામાં આવ્યો હતો.  


આ સંમેલનમાં, વડોદરાના રાજ પરીવારના રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ તથા બ્રહ્માકુમારીઝ  અટલાદરા સેવા કેન્દ્રના ઇન્ચાર્જ બી કે ડો. અરુણાદીદી એ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આધ્યાત્મિકતાના સમાવેશ દ્વારા સમાજમાં સ્વચ્છતાના સંસ્કાર અને વૈચારિક, શારીરિક સ્વાસ્થ્યમાં વિકાસની સંભાવનાની લહેર પૂરા વિશ્વમાં ફેલાય તે  વિષય પર બ્રહ્માકુમારીઝ સંસ્થા અને અન્ય વિશેષ અતિથિઓ દ્વારા સુવિચાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.રાજમાતા શુભાંગીની રાજે એ પોતાના આબુ પ્રવાસ દરમિયાન બ્રહ્માકુમારીઝના વરિષ્ઠ ભાઈ બહેનોની  તેમજ મુખ્યાલયના અલગ અલગ પરિસરોની પણ મુલાકાત લીધી. બ્રહ્માકુમારીઝના ગોડલીવુડ સ્ટુડિયોમાં  મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તેમણે જણાવ્યું કે મને ગર્વ થાય છે, કે આટલી મોટી વૈશ્વિક સંસ્થાનું પૂર્ણ સંચાલન નારી શક્તિના માધ્યમ દ્વારા થઈ રહ્યું છે, જેનો અનુભવ મને આજ અહી જાણવા મળ્યો.એક નારી તારીખે મને ગર્વ છે. ખરેખર નારી સશક્તિકરણની ગરિમાનું આ જ્વલંત ઉદાહરણ છે. તેમજ અહીંના વાતાવરણમાં  હું મનની સાચી શાંતિ તેમજ એક અદમ્ય ઊર્જાની અનુભૂતિ કરી રહી છું. જેના દ્વારા તે તેની રોજિંદી કાર્ય પ્રવૃત્તિમાં પણ તેનો પ્યારથી ઉપયોગ કરી સ્વયં તેમજ દેશની પણ ઉજ્જવળ કારકિર્દી બનાવવામાં તેમનું શ્રેષ્ઠ યોગદાન આપી શકે.


 વધુમા જણાવ્યુકે, અહીંયાના પવિત્ર વાતાવરણમાં આવીને હું પોતાને ખૂબ જ આનંદિત અને સૌભાગ્યશાળી અનુભવ કરી રહી છું જેના માટે  હું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તથા વડોદરાવાસીઓ તરફથી બ્રહ્માકુમારીઝ સંસ્થાનો ધન્યવાદ કરું છું. આધ્યાત્મિકતાથી નિશ્ચિત રૂપથી આપણા સમાજમાં એક મહાન પરિવર્તન લાવી શકાય તેમ છે, સ્વામી વિવેકાનંદજીએ પણ વૈશ્વિક ધર્મસંમેલન  શિકાંગો ની  સ્પીચમાં કહ્યું હતું કે,  ભારત કમજોર દેશ નથી પરંતુ પવિત્ર સંસ્કૃતિ અને આધ્યાત્મિક શક્તિઓને પુરા વિશ્વમાં ફેલાવનારો દેશ છે. હું પોતે એક સામાજિક શૈક્ષણિક સંસ્થા  સાથે જોડાયેલી છું. જ્યાં અમારૂ લક્ષ છે કે યુવાઓને શિક્ષાની સાથે સાથે નૈતિકમૂલ્યોની પણ શિક્ષા મળે તથા યુવાઓ ભારતીય સંસ્કૃતિ થી અવગત થાય. નૈતિક મૂલ્ય શિક્ષાના સંસ્કારો યુવાઓમાં ધારણ થવાથી સમાજમાં જે બુરાઈઓ છે તે ધીરે ધીરે દૂર થઈ શકે તેમ છે. નવરાત્રીના આ પાવન પર્વમાં હું અહીંથી આ સુંદર પ્રેરણા લઈને જઈ રહી છું અને નિશ્ચિત પણે મારા સ્થાન ઉપર પહોંચીને આ દિશામાં કાર્ય અવશ્ય કરીશ.

Reporter: admin

Related Post