રાજકોટ: રાજકોટ TRP અગ્નિકાંડ કોઈ ભુલાઈ એવો બનાવ નથી. હાલ પણ તેનો વિરોધ યથાવત છે. અને ન્યાય મળે એની આશા છે.
સામાજિક સંસ્થાઓ દ્વારા આરોપીઓને ફાંસીની સજા ની માંગ સાથે રાજકોટ કલેક્ટર ઓફિસે ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. ગેમ ઝોનમાં સામાજિક સંસ્થાના આગેવાનો પોસ્ટર બેનર બનાવી વિરોધ કરવા પહોંચ્યા હતા.TRP ગેમઝોનમાં પીડિત ૧૨ પરિવારોએ સરકાર સામે ૧૨ રજુઆત મૂકી હતી અને જો તે માંગણી સ્વીકાર કરવામાં નહીં આવે તો તેઓ રાજકોટ થી ગાંધીનગર સીએમ હાઉસ સુધી માંગણી કરશે.આ સાથે તેમને આરોપીઓની મિલકત જપ્ત કરવા ની માંગ પણ કરી હતી.
૨૧૨૧ માં નાના પાયે શરુ કરેલ TRP ઝોન ગેરકાયદેસર બાંધકામ કરીને બનાવેલ હતો, જેને ગેરકાયદેસર બાંધકામ માટે મનપા ની શાખાએ નોટીશ ફટકારેલ હતી, પણ ત્યાર બાદ કોઈ કાર્યવાહી થયેલ નથી. આ આખી ઘટનામાં મનસુખ સાગઠીયાનો હાથ હોવાનું જાણવાં આવ્યું હતું. તેમને કોર્પોરેટર સાથે મળીને ગેમઝોન ચાલુ રાખ્યો હતો. વધુ માહિતી મુજબ વચટિયાઓએ લાંચ લીધી હોવાનું જાણવા મળ્યું હતું. લોકોએ કમિશનર ને વ્યક્તિગત ના જુએ એની રજુઆત કરી છે. મૃતકના પરિવારજનો અગાઉ ગાંધીનગર મુખ્યપ્રધાન મેં મળ્યા હતા અને તેમને આશ્વાશન મળ્યું હતું કે સરકાર તેમની સાથે છે.
Reporter: News Plus