News Portal...

Breaking News :

જૈનાચાર્ય અક્ષયચંદ્ર સાગરસુરી મહારાજનો કારેલીબાગ જૈન સંઘ માં ચાતુર્માસીક પ્રવેશ

2024-07-12 14:15:46
જૈનાચાર્ય અક્ષયચંદ્ર સાગરસુરી મહારાજનો કારેલીબાગ જૈન સંઘ માં ચાતુર્માસીક પ્રવેશ


જૈનો માં ચાતુર્માસ આરાધનાનું ખુબ મહત્વ ભગવાને બતાવ્યું છે.આજે કારેલીબાગ જૈન સંઘ માં લાભાર્થી સોહિની જયેશભાઈ શાહ ના નિવાસ્થાનેથી ભારે ઠાઠમાઠ, બેન્ડ બાજા ની સુરાવલીઓ સાથે મુક્તાનંદ ચાર રસ્તાથી ગુરુદેવ નું ભવ્યાતિભવ્ય સામૈયું શરૂ થયું હતું જે જીવનભારતી ચાર રસ્તા થઇ મુનિસુવ્રત સ્વામી જીનાલયે ઉપાશ્રય પ્રવેશ કરી ધર્મ સભા માં ફેરવાઈ ગયું હતું એમ કારેલીબાગ જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ ગાંધી એ જણાવ્યું હતું.



દરમિયાન માં સંઘના ટ્રસ્ટી માંગીલાલજી જણાવ્યું કે આજે નયશેખરસાગરજી મહારાજ તથા સાધ્વીજી દિવ્યધર્મા મહારાજ ,આચાર્ય અક્ષયચંદ્ર સાગરસુરી મહારાજ સાથે આજે વાજતે ગાજતે કારેલીબાગ જૈન સંઘ માં પ્રવેશ કર્યો હતો.અને જાણિતા જૈન સંગીતકાર રૂષભ દોષી એ વિશિષ્ટ ભક્તિ ગીત ગાઈ ને લોકોને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા. આજે કારેલીબાગ જૈન સંઘ માં આચાર્ય પૂર્ણ ચંદ્રસાગર મહારાજ સાહેબ જેઓ અલકાપુરી જૈન સંઘમાં 15મી તારીખે પ્રવેશ કરવાના છે તેઓ પણ પોતાના શિષ્ય રત્ન આચાર્ય અક્ષય ચંદ્ર સાગર સુરી મહારાજ ના ચાતુર્માસ પ્રવેશમાં ખાસ વિશેષ નિશ્રા પ્રદાન કરી હતી.


વધુ માં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે કારેલીબાગ જૈન સંઘ માં કંઠાભરણ તપ સામુહિક રીતે કરાવવામાં આવશે જેમાં ૨૧ ઉપવાસ અને ૧૭ બિયાસણા,૨ છઠ અને એક અઠ્ઠમ કરવાનો હોય છે.આજના આ ચાતુર્માસીક પ્રવેશ માં અમદાવાદ થી રાજગ્રહી તીર્થ બગોદરાના ટ્રસ્ટી સુરીલભાઈ શાહ, શૈલેષભાઈ ઝાટકીયા, મુંબઈના ગોરેગાંવ ના દિનેશ ટી શાહ, અમદાવાદના બિપિન પટવા તથા મહારાજ ના સાંસારિક ભાઇ અશ્વિન શાહ, નિકુંજ ભાઈ શાહ, ટ્રસ્ટી અજય લાલી, યુનિવર્સિટીના પુર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણિતા જૈન અગ્રણી દીપક શાહ સહિત સેંકડો ની સંખ્યા માં ગુરુભકતો જોડાયા હતાં.

Reporter: News Plus

Related Post