પાટણ : ગુજરાતના પાટણના રાધનપુર પાસે પૂરઝડપે આવી રહેલી આણંદથી રાપર જતી એસ. ટી. બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત 3 લોકોની હાલત ગંભીર છે.
અકસ્માતમાં બસના ડ્રાઇવર, કંડકટર તેમજ ટ્રકના ડ્રાઇવર અને ક્લિનરનું મોત થયુ છે. જયારે એસ.ટી બસના મુસાફરોને નાનીમોટી ઇજાઓ થઈ છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ બસ આણંદ થી રાપર એસ.ટી. બસનો ટ્રક સાથે અકસ્માત થયો હતો.આ દુર્ઘટનાની જાણ થતાં પોલીસ અને 108 ની ટીમ બચાવ કાર્ય માટે પહોંચી હતી. તેમજ દુર્ઘટનાનું કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
માહિતી મુજબ ખારિયા પુલ નજીક રાપરીયા હનુમાન પાસે અડધી રાત્રે અકસ્માત થયો હતો. ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે પાટણ ધારપુર હોસ્પિટલ અને રાધનપુર રેફરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલ્યો છે. મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃતકની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે.
Reporter: News Plus