News Portal...

Breaking News :

દેશમાં આઠ હાઈકોર્ટમાં નવા ચીફ જસ્ટિસની નિમણૂક કરવાની ભલામણ

2024-07-12 13:59:45
દેશમાં આઠ હાઈકોર્ટમાં નવા ચીફ જસ્ટિસની નિમણૂક કરવાની ભલામણ


નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ કોલિજિયમે દેશના આઠ જુદા-જુદા હાઈકોર્ટમાં નવા ચીફ જસ્ટિસની નિમણૂક કરવાની ભલામણ કરી છે.


ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળ કોલેજિયમે દિલ્હી, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ, મધ્યપ્રદેશ, કેરળ, મેઘાલય અને મદ્રાસ હાઈકોર્ટ માટે ચીફ જસ્ટિસના નામની ભલામણ કરી છે. કેન્દ્ર સરકારની મંજૂરી મળતાં જ તેમની નિમણૂક કરવામાં આવશે.ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બીઆર ગવઈની કોલેજિયમ દ્વારા આ પ્રસ્તાવ પર મંજૂરી આપી છે.રિપોર્ટ અનુસાર, દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ મનમોહનને ચીફ જસ્ટિસ બનાવવાની ભલામણ કરવામાં આવી છે. જે હાલ દિલ્હી હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ છે. ઝારખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડો.બી.આર.સારંગી 19 જુલાઈ, 2024ના રોજ નિવૃત્ત થઈ રહ્યા હોવાથી જસ્ટિસ એમએસ રામચંદ્ર રાવને તેમના સ્થાને ચીફ જસ્ટિસ બનાવવાનો પ્રસ્તાવ છે.


તે હાલ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે.દિલ્હી હાઈકોર્ટના જજ રાજીવ શકધરને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા તેમજ દિલ્હી હાઈકોર્ટના વધુ એક જજ સુરેશ કૈતને જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાની ભલામણ કરવામાં આવી છે.પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના જજ ગુરમીત સિંહ સંધાવાલિયાને મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા અપીલ કરી છે. બોમ્બે હાઈકોર્ટના જજ નિતિન જામદારને કેરળ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા કોલેજિયમે અપીલ કરી છે.જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના જજ તાશી રબસ્તાનને મેઘાલય હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા ભલામણ કરી છે. 16 ઓગસ્ટે વર્તમાન ચીફ જસ્ટિસ વૈદ્યનાથ નિવૃત્ત થઈ રહ્યા છે. જજ કેઆર રામને મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા ભલામણ કરવામાં આવી છે.

Reporter: News Plus

Related Post