અમદાવાદ: રાજકોટના ટીઆરપી ગેમઝોનનો અગ્નિકાંડ અને સુરતનો તક્ષશિલાની ઘટનાને લોકો ભૂલ્યા નથી, ત્યારે અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં લાગેલી આગને મોકડ્રીલમાં ખપાવીને સમગ્ર મામલા પર પડદો પાડવા પ્રયત્નો કરવામાં આવ્યા હોવાનું માલૂમ પડ્યું છે.
જેને લઇને વાલીઓનું ટોળું સ્કૂલમાં પહોંચી ગયું હતું મસમોટી ફી વસૂલતી સ્કૂલમાં સેફ્ટીના મુદ્દાને લઇને હોબાળો મચાવ્યો હતો. જેના બાદ શાળા સંચાલકોની હરકતનો પર્દાફાશ થયો હતો.ગુરૂવારે સવારે શેલાની શાંતિ એશિયાટિક સ્કૂલના ક્લાસરૂમના એસીમાં ધુમાડો નીકળતા વિદ્યાર્થીઓ ડરી ગયા હતા. જેથી સ્કૂલ સ્ટાફે તેમને હોલમાં લઇ ગયા હતા.આ ઘટનાની જાણ થતાં વાલીઓનું ટોળું સ્કૂલમાં પહોંચી ગયું હતું વિદ્યાર્થીઓની સેફ્ટીને લઇને સવાલો કર્યા હતા.
શાળામાં આગ લાગી હોવાની વાત વાલીઓ સુધી પહોંચતા ચિંતાગ્રસ્ત બનેલા વાલીઓ પોતાના બાળકોને રહેવા માટે શાળા ખાતે દોડી ગયા હતા. શાળામાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી પરંતુ આ સમગ્ર કાંડ ને છાવરવા માટે પ્રયાસો થયા હતા.પોતાની શાળામાં લાગેલી આગને છુપાવવા માટે શાળા સંચાલકો દ્વારા પોલીસને પણ બોલાવી લેવામાં આવી હતી. પરંતુ વાલીઓનો જબ્બર રોજ જોઈને પોલીસ પણ શાનમાં સમજી ગઈ હતી કે અહીં પોલીસ ની ધાક કામે લાગશે નહીં.
Reporter: News Plus