પેપર લીક થવાનો બનાવ પેહલા પણ બની ચુક્યો છે, હાલ બિહાર -ઝારખંડ માં પેપર લીક થવાનો બનાવ બન્યો છે જેના માટે CBIએ સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ સોંપાયેલ છે. તપાસ માટે કોર્ટમાં રિપોર્ટ આપવામાં આવ્યા છે. NEET પરીક્ષામાં ગેરરીતિ માટે તપાસ હાથ ધરવામાં આવી છે
નવી દિલ્હી: સૂત્રો માં અનુસાર CBIએ તેના રિપોર્ટમાં NEET પેપર લીકને માત્ર બિહાર-ઝારખંડ સુધી માર્યાદિત રાખ્યું છે. અત્યાર સુધી સીબીઆઈએ નોંધાયેલા સાત કેસ પર થયેલી સફળતાની વિગતો આપેલી છે. NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ પર CBIએ સીલબંધ કવરમાં પોતાનો રિપોર્ટ સુપ્રીમ માં પહોંચાડ્યો છે .આ પેહલા પણ ગુજરાતના ગોધરા, મહારાષ્ટ્રના લાતુર અને રાજસ્થાન માં ગેરરીતિ ના પુરાવા મળ્યા છે, પરંતુ ત્યાં પેપર લીક થયા નહતા.CBIએ દિલ્હીમાં NEET પરીક્ષામાં હેરાફેરી અંગે માસ્ટર FIR નોંધી છે, જેમાં દેશ ના અલગ અલગ વીસ્તરોમાં પરીક્ષા કેન્દ્રો બનાવી ખોટી રીતે ફાયદો બતાવનાર આરોપીઓની તાપસ હાથ ધરવામાં આવી છે. આ સિવાય CBIએ દિલ્હીમાં NEET પરીક્ષામાં હેરાફેરી અંગે માસ્ટર FIR નોંધી છે, જેમાં પરીક્ષા માટે દેશના અલગ-અલગ ભાગોમાં પરીક્ષા કેન્દ્રો બનાવવા અને કેટલાક લોકોને અન્યાયી રીતે ફાયદો કરાવવાના આરોપોની તપાસ કરવામાં આવી રહી છે.
ગુજરાત બહારના ઘણા વિદ્યાર્થીઓ ગોધરા કેન્દ્ર પર પરીક્ષા આપી રહ્યા હોવાના પુરાવા મળ્યા છે અને તેમની ધરપકડના પ્રયાસો પણ ચાલુ છે.સીબીઆઈએ પોતાના રિપોર્ટમાં તમામ સાત મામલામાં તપાસની પ્રગતિ અને પરીક્ષાની અખંડિતતા પર તેની અસર વિશે માહિતી આપી છે. પેપર લીક ગંભીર બાબત છે, આવનાર બાળક ના ઉજ્જવળ ભવિષ્ય પર તેની અસર પડે છે.વધુ માહિતી મુજબ બિહાર -ઝારખંડ માં પેપર માં વિધાર્થી ને સાચા જવાબ લખી બાકી ખાલી રખવા કહ્યું હતું જજેથી પછી થી એ જવાબો લખી શકાય, આ રીતે આખી ગેંગ કામ કરી રહી છે અને ઓળખવાની કાર્યવાહી હાથ ધરી છે. વિધાર્થીઓ ને ખોતો ભરોસો આપી છેતરાવાનું કામ આ ગેંગ કરી રહી છે. રાજસ્થાન માં તો જેમનું ફોર્મ ભરાયું હોય એની જગ્યાએ કોઈ બીજા વિદ્યાર્થી પરીક્ષા આપનાર ને પકડવામાં આવ્યા છે. જેમની વિગતવાર તાપસ હાથ ધરી છે. આ રીતે વિધાર્થી ને ખોટી લાલચ આપનાર ની ઓળખવાની કાર્યવાહી ચાલી રહી છે
Reporter: News Plus