News Portal...

Breaking News :

કેજરીવાલ ને મળ્યા સુપ્રીમ કોર્ટ તરફથી વચગાળાના જામીન

2024-07-12 13:00:23
કેજરીવાલ ને મળ્યા સુપ્રીમ કોર્ટ તરફથી વચગાળાના જામીન


દિલ્હી મુખ્યમંત્રી અરવિંન્દ કેજરીવાલને દારૂ કૌભાંન્ડ સુપ્રીમ કોર્ટ માંથી વચગાળાના જામીન મળ્યા છે જેમાં તેમને કોર્ટમાં રેહવું પડેશે. ધરપકડ નો મામલો મોટી બેંચને ને સોંપાયો, હવે સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચ સુનાવણી કરશે.


કેજરીવાલને જામીન મળી ગયા છે પણ તેમની ધરપકડ નો મામલો ED દ્વારા સુપ્રીમ કોર્ટની મોટી બેંચને સોંપ્યો છે. અરવિંદ કેજરીવાલ ને વચગાળા ના જામીન મળ્યા છે. હવે ની સુનવણી સુપ્રીમ કોર્ટ ની ત્રણ જજોની બેન્ચ કરશે. ED કેસમાં  કેજરીવાલને જામીન તો મળ્યા છે પરંતુ તેઓ જેલ ની બહાર આવી શકશે નહીં. કેજરીવાલના વકીલ વિવેક જૈને આપેલ માહિતી મુજબ ૧૮ જુલાઈએ દિલ્‍હી હાઈકોર્ટમાં CBI કેસની સુનાવણી છે.


આ નિર્ણય આવ્યા બાદ કેજરીવાલ બહાર આવશે કે નહિ તેની જાણકારી મળશે. સુપ્રીમ કોર્ટના ૩ જજની બેંચ કેજરીવાલ ની અરજી પર સુનવણી કરશે. વચગાળાના જામીન આપતા કોર્ટે કહ્યું કે અરવિંદ કેજરીવાલ ચૂંટાયેલા નેતા છે અને તેઓ નક્કી કરશે કે તેઓ આ પદ પર આગળ  રહેશે કે નહીં.  કેજરીવાલના વકીલે કહ્યું હતું કે આગળ ની સુનવણી માં ખબર પડશે કે તેઓ બહાર આવી શકશે કે નહિ, હાલમાં તેમને જેલ માં રેહવું પડશે .

Reporter: News Plus

Related Post