News Portal...

Breaking News :

પાલિકાના ફુડ વિભાગે શહેરમાં પાણીપુરીની લારીઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું.

2024-07-12 13:03:10
પાલિકાના ફુડ વિભાગે શહેરમાં પાણીપુરીની લારીઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું.


ચટણી સહિત અન્ય સામગ્રીનો નાશ કરીને પાણીપુરીના વિક્રેતાઓ સ્વચ્છતા જાળવવા અંગે સૂચના આપવામાં આવી હતી આ ઉપરાંત ખાદ્ય પદાર્થમાં કલર ન વાપરવાની સૂચના પણ આપવામાં આવી હતી. 



શહેરમાં ઋતુજન્ય અને પાણીજન્ય રોકવાના પગલે પાલિકાના પૂર્વી ભાગે ખાણીપીણીની લારીઓ ઉપર સઘન ચેકિંગ શરૂ કર્યું છે આરોગ્ય વિભાગ આવતા પાણીપુરીનું પાણી ચટણી સહિત ઉપયોગમાં લેવાતા બટાકાના સ્મેશનો નાશ કર્યો હતો અને પાણીપુરીના વિક્રેતાઓને કડક સૂચના આપવામાં આવી હતી.પાલિકાની પૂર્વ વિભાગની ટીમો દ્વારા શહેરના વાઘોડિયા રોડ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને પાણીપુરી વેચતા વીક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રોગચાળાના પગલે હવે પાલિકાનું આરોગ્ય વિભાગ અને ફુડ વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને ખાદ્ય પદાર્થો વેચતા નીકળતા અને ત્યાં ચેકિંગ હાથ ધર્યું છે. 


પાલિકા દ્વારા ખાલી સંચાલકોને સ્વચ્છતા રાખવાની તથા ખાદ્ય પદાર્થને ચટાકેદાર બનાવવા માટે કોઈપણ પ્રકારનો કલર ન વાપરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા જો આ વિક્રેતાઓ ઝડપાસે તો તેમની સામે દંડની એ કાર્યવાહી કરવાની માહિતી પણ પાલિકાએ આપી છે. આવનારા દિવસોમાં પાલિકા દ્વારા પાણીપુરી સહિત શહેરમાં અન્ય ખાદ્ય પદાર્થો વેચતા વિક્રેતાઓને ત્યાં આ જ પ્રકારની કામગીરી રાખવામાં આવશે તેવી માહિતી સામે આવી છે ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ ચેકિંગના પગલે ખાણીપીનીની લારીઓના સંચાલકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો પાલીતાણા ઓચિંતા દરોડા ને પગલે લારીચાલકો ધંધા સ્થળે થી ધંધો બંધ કરીને રવાના થઈ ગયા હોવાની પણ માહિતી સામે આવી છે.

Reporter: News Plus

Related Post