રાજકોટમાં હિરાસર એરપોર્ટના ડિરેક્ટર દ્વારા કરવામાં આવેલ જાહેરાતમાં ઓક્ટોબર ૨૦૨૪ માં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ની શરૂઆત થશે, જેને લઇ રાજકોટવાસીઓમાં ખુશી નો માહોલ જોવા મળ્યો છે.
એરપોર્ટ ઇન્ડિયા ઑથોરિટી દ્વારા ઇન્ટીગ્રેટેડ બિલ્ડીંગનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે ટૂંક સમય માં પૂર્ણ થશે, અને બિલ્ડીંન્ગમાં તમામ સુવિધાઓ મળે તેનું ધ્યાન રાખવામાં આવશે. ઓક્ટોબર થી ડોમેસ્ટિક અને ઇંન્ટરનેશનલ ફ્લાઈટ્સ ની શરૂઆત થશે. હિરાસર રાજકોટ થી લગભગ ૩૦ કિલોમીટર ના અંતરે આવેલ છે. એરપોર્ટના ઉદ્ઘાટનના એક વર્ષ બાદ અત્યાર સુધી એક પણ ફ્લાઈટ વિદેશ માં ઉડી નથી.
૧૦૩૨ હેક્ટર માં વિકસિત એરપોર્ટમાં ૨૩ હાજર ચોરસ મિટર નો પેસેન્જર ટર્મિનલ વિસ્તાર છે. આ સુવિધા થી સૌરાષ્ટ્રના કુલ ૧૨ જિલ્લાઓને પણ સુવિધા મળશે. આ સાંભળી મુસાફરો માં ખુશી વ્યક્ત કરી છે. એરપોર્ટ પર સાત બોર્ડિંગ ગેટ જોવા મળશે, જેમાં ૩ ઍરોબ્રિજ અને ૩ કન્નવેયર બેલ્ટ હશે. સુવિધાની દ્રષ્ટિએ મુસાફરો ને કોઈ તકલીફ ન પડે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. એક વર્ષ સુધી કોઈ વિદેશ ફ્લાઈટ ઉડી નથી તે ટૂંક સમય માં ચાલુ થશે.
Reporter: admin