નવી દિલ્હી: હવામાન વિભાગ દ્વારા આગળના ૨ દિવસ માં ૧૦ રાજ્યો માં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી છે . હાલ મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજ રોજ સવાર થી દિલ્હી ઍનસીઆરમાં ભારે વરસાદ થયો છે. મુંબઈમાં ૨ દિવસ થી વરસાદના કારણે રસ્તાઓ પર પાણી જોવા મળ્યું છે .
હવામાન વિભાગે હાલ મુંબઈને ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. આજ સવાર થી દિલ્હી ઍનસીઆરમાં ભારે વરસાદની શરૂઆત થઇ ગઈ છે. ગઈકાલ થી વાદળો છવાયા હતા અને આજે સવારે ભારે વરસાદ પડ્યો હતો. વરસાદ પડતા ગરમી માં રાહત થઇ હતી. દિલ્હીમાં આગામી ૩ દિવસ દરમિયાન ભારે થી અતિભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગે આપી છે. ગઈકાલે વાદળો છવાયા હતા જેથી ગરંમીમાં રાહત મળી છે. હવામાન વિભાગ દ્વારા મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ , છત્તીસગઢ, પંજાબ, હરિયાણા,જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી આપેલ છે
આગામી ૧૫ જુલાઈ સુધી માં ધોધમાર વરસાદ ની આગાહી આપેલ છે. ગુજરાત માં પણ આગામી ૫ દિવસ માં ભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગે આપેલ છે. વરસાદ ના કારણે ગંગા અને કોસી સહિતની તમામ નદીઓ ડપથી વહી રહી છે. બંને નદીઓનું ધોવાણ થયું છે. મહારાષ્ટ્રં માં પડતા છેલ્લા ૨ દિવસ ના વરસાદ ને લઇ મુંબઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Reporter: admin