News Portal...

Breaking News :

CJI ચંદ્રચુડએ રામલલાના દર્શન કર્યા

2024-07-13 14:44:13
CJI ચંદ્રચુડએ રામલલાના દર્શન કર્યા


અયોધ્યા: ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ શુક્રવારે અયોધ્યા પહોંચ્યા હતા અને રામ મંદિરમાં રામલલાના દર્શન કર્યા હતા.


જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, શુક્રવારે બપોરે ૩ વાગ્યે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ સ્પેશીયલ ફ્લાઈટ દ્વારા અયોધ્યાના મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં અયોધ્યા જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિશ કુમારે તેમનું સ્વાગત કર્યું હતું. સરયુ નદીના કિનારે સરયુ ગેસ્ટ હાઉસમાં થોડીવાર આરામ કર્યા બાદ, તેઓ હનુમાનગઢી ગયા, જ્યાં તેમણે લગભગ 20 મિનિટ સુધી હનુમાનજીની પૂજા કરી.ગઢીની મુલાકાત બાદ, CJI રામજન્મભૂમિ સ્થળ પર નવનિર્મિત મંદિર પહોંચ્યા જ્યાં તેમણે પૂજા કરી. 


CJIનું રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, અયોધ્યા રાજવી પરિવારના વડા અને ટ્રસ્ટના સભ્ય વિમલેન્દ્ર મોહન મિશ્રા, અન્ય ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિશ કુમારે જણાવ્યું કે તેઓ અયોધ્યામાં લગભગ અઢી કલાક રોકાયા, ત્યારબાદ તેઓ સાંજે 5.30 વાગ્યે રામકથા પાર્કના હેલિપેડથી હેલિકોપ્ટર દ્વારા લખનઉ જવા રવાના થયા. રામ મંદિર લોકો માટે ખુલ્યા બાદ તેઓ પહેલીવાર અયોધ્યા પહોંચ્યા હતા.

Reporter: admin

Related Post