News Portal...

Breaking News :

તરસાલી વિસ્તારમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી ટ્રાવેલ્સની એક બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ

2024-07-13 16:33:01
તરસાલી વિસ્તારમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી ટ્રાવેલ્સની એક બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ


વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી ટ્રાવેલ્સની એક બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોતજોતામાં આગ વિકરાળ બનતા અન્ય ત્રણ બસોને લપેટમાં લીધી હતી. 



વડોદરામાં અવાર નવાર આગ લાગવાની ઘટના બનતી રહેતી હોય છે. ત્યારે તરસાલી વિસ્તારમાં આવેલા આદર્શનગરની બાજુમાં ટ્રાવેલ્સ બસની બસો પાર્ક કરવામાં આવતી હોય છે. શનિવારે શાહ ટ્રાવેલ્સની એક લક્ઝરી બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને થોડી વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતુ. બસમા નીકળતી અગનજવાળાઓ બાજુમાં પાર્ક કરેલી અન્ય ત્રણ બસોને પણ લપેટમાં લઇ લીધી હતી.


આગ લાગી હાવાની જાણ વડોદરા ફાયર બ્રિગેડની ટીમને કરાતા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને બસોમાં લાગેલા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો.આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી

Reporter:

Related Post