વડોદરા : શહેરમાં ગઈકાલે સાંજે ચાર કલાકમાં ખાબકેલ ત્રણ ઇંચ વરસાદ એ જનજીવન અસ્તવ્યસ્ત કર્યું હતું.
અંદાજે 120 kmની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડા સાથે વરસાદે વૃક્ષો અને હોર્ડિંગ્સને ઝપેટમાં લઈ ધરાસાઈ કર્યા હતા. ગરબા આયોજન માટેના પતરાની આડશ અને ટેન્ટ ઉડ્યા હતા. શહેરમાં વિવિધ વિસ્તારમાં 200થી વધુ વૃક્ષો ભોયભેગા થયા હતા.
મકરપુરા સુસન રોડ કબીર કોમ્પ્લેક્સ નજીક ધરાસાયેલ વૃક્ષ નીચે બે કારનો ખુરદો બોલાયો હતો.જો કારમાં કોઈ બેઠું હોત તો જાનહાની શક્યતા હતી.સદનસીબે બંને કાર વૃક્ષ નીચે પાર્ક કરી હતી .
Reporter: admin