ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન માનનીય શિશપાલ સર તથા વેદીસરના માર્ગદર્શનમાં હૃદય રોગ નિવારણ અભીયાન તથા વ્યસન મુક્ત ગુજરાત યોગ-યુક્ત ગુજરાતનું મહાઅભીયાન ચાલી રહ્યું છે
તેના અંતર્ગત તારીખ:25/09/2024 ના રોજ પી એમ યાદવ સ્કુલ મકરપુરા વડોદરા ખાતે યોગ ટીચર રામનરેશ યાદવજીના સહયોગ થી વ્યસન મુક્તિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં 150 થી વધુ વિદ્યાર્થી મિત્રોએએ ભાગ લીધો હતો..વડોદરા જિલ્લા કોર્ડીનેટર ઇન્દ્રજીતસિંહ પરમાર દ્વારા તમામ વિદ્યાર્થી મિત્રોને માર્ગદર્શન આપવામાં આવ્યું કે આસન ,પ્રાણાયામ,મુદ્રા,સાત્વિક આહાર, સાથે યોગિક જીવનશૈલી આપનાવવાથી સર્વાંગી વિકાસ થાય છે.
સર્વ રોગોનું નાશ કરી શકીએ છે યોગ ક્લાસ ઇન્સ્પેક્શન કોર્ડીનેટર શીબા મનોજે કાર્યક્રમમાં ઉપસ્થિતિ નોંધાવતા જણાવ્યું કે યોગના માધ્યમથી અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.યોગ ટીચર ડિમ્પલબેન અને રામનરેશ યાદવ દ્વારા જ્ઞાન સાથે ગમ્મતનું માર્ગદર્શન આપી બાળકોને ઉત્સાહિત કર્યા હતા.
Reporter: admin