છોલે ચણા બનાવા માટેની સામગ્રીમાં એક કપ સફેદ ચણા, બે સમારેલા ટામેટા અને ડુંગળી, એક ચમચી આદુ - લસણની પેસ્ટ, એક ચોપ કરેલ લીલું મરચું, દોઢ ચમચી લાલ મરચું, એક ચમચી હળદર, તેલ અને મીઠુ જરુર પ્રમાણે, એક તમાલપત્ર, એલચી, સૂકા ધાણા, ત્રણ એક મરી, એક ચમચી જીરું, અને ચાર એક લવિંગની જરૂર છે.
ચણાને દસ કલાક માટે પલાળી દો. ત્યારબાદ ચણામાં મીઠુ ઉમેરી કુકરમાં મધ્યમ આંચ પર ચાર થી પાંચ સિટી વગાડી બાફી દો. હવે બાફેલા ચણાને કાઢી પાણી અલગ કરી લો. તમાલપત્ર, એલચી, ધાણા, લવિંગ, મરચું, અને તજ ને ધીમી આંચ પર સેકી લઇ મિક્ષરમાં પાવડર બનાવી લો. હવે ત્રણ ચમચી બાફેલા ચણાને પીસી લો. ટામેટાની પ્યુરી બનાવી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. એમાં આદુ- મરચાની પેસ્ટ, ડુંગળી અને લીલું મરચું ઉમેરી સાંતળી લો. હવે એમાં કચરેલા ચણા અને ટામેટાની પ્યુરી ઉમેરી તેલ છુટુ પડે ત્યાં સુધી સાંતળી લો.
હવે તેમાં હળદર, મરચું અને બનાવેલો મસાલો ઉમેરી મિક્સ કરો. હવે તેમાં બાફેલા ચણા, અને એક કપ પાણી ઉમેરી મિક્સ કરો. ગ્રેવી ઘટ્ટ ન બને ત્યાં સુધી ઉકળવા દો અને પછી ગેસ બન્ધ કરી સર્વ કરી શકો છો.
Reporter: admin