લેમન ડ્રોપ એ આયુર્વેદિક ઈલાજ છે, આમ તો દરેક જગ્યાએ મળતા નથી, પરંતુ તે મોટા ગામડામાં અથવા તો ગાઢ જંગલોની વચ્ચે જોવા મળે છે.
લેમન ડ્રોપના તમામ ચમત્કારિક ઔષધીય ગુણ છે. તેના સેવનથી કેટલીય બીમારીઓમાંથી છુટકારો મેળવી શકો છો. આયુર્વેદ અનુસાર લેમન ડ્રોપનો છોડ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે આપણા પાયરીયા, દાંતના કીડા, પેઢામાં ઘા, મોઢાની દુર્ગંધ વગેરે જેવી મોઢા ને દાંતને લગતી અનેક તકલીફો માંથી છુટકારો અપાવે છે.
આ ઉપરાંત કોઈને પાયરીયાના કારણે પેઢામાં ઘા અથવા દુખાવો રહેતો હોય તો તેને પણ દૂર કરી શકે છે. તેમાં એન્ટી પ્રોપર્ટી હોય છે, જે દાંતમાં કીડા લાગે છે તેવી સ્થિતિમાં તેના પત્તા તથા બિયારણને દાંત પર રાખવાથી તે જગ્યાને ખોટી પાડી દે છે. જેનાથી દાંતને કાઢવામાં સરળતા રહે છે. આ સિવાય દાંતની ઘણી સમસ્યાઓ દૂર કરવા આ વપરાય છે.
Reporter: admin