વડોદરા શહેરમાં ફરી વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. વરસાદે બેટિંગ શરૂ કરતા અધિકારીઓ,કોન્ટ્રાક્ટરો અને નેતાઓના ટેન્શનમાં વધારો થયો છે. ફરી શહેરમાં પાણી ભરાવાના શરૂ થયા
પ્રિ - મોનસુન ને કામગીરી કરવામાં આવી નથી એ જે પ્રમાણે બુધવારે વરસાદ પડ્યો એ પ્રમાણે લાગી રહ્યું છે. કલાકો સુધી વડોદરા શહેરમાં પાણી ઓસરીયું ન હતું. શહેરીજનો એ તગડો વેરો ભરવા છતાં પણ આખો દિવસ ઘરમાં ભરેલું પાણી ઉલેચવાનો વારો આવ્યો હતો. ઉનાળાના સમયમાં જે વરસાદી ગટર, કાસ, નાળા જે સાફ સફાઈ કરવાના હોય છે એ સાફ-સફાઈ કરી નથી તેમ લાગી રહ્યું છે.
શહેરમાં જે કાંસો આવેલી છે તેને પણ મોટાભાગે સાંકળી કરી દેવામાં આવી છે અને પૂરી દેવામાં આવી છે. તેની આજુબાજુ બિલ્ડરોને ફાયદો કરાવવા માટે મકાનો અને કોમ્પલેક્ષો અને હોટલ ઊભી કરી દેવામાં આવી છે. એનો જ પરિણામ એ છે કે શહેરના નાગરિકો અત્યારે ભયમાં જીવી રહ્યા છે. નેતાઓ જ્યારે શહેરીજનો પર ઉપકાર કરી રહ્યા હોય તેમ ફૂડ પેકેટ કે જમવાનું આપે ત્યારે પણ તે લોકો ફોટો શેશન કરે છે. નેતાઓ માટે કોઈપણ પ્રોગ્રામ, રેલી, સભા હોય કે પછી આવી આપદા આવી હોય ક્યારે આ લોકો અચૂક ફોટો ફેશન કરવાનો ચૂકતા નથી. શહેરમાં કોઈ આપદા આવે ત્યારે કોઈ નેતા કે આવો ફોટો શેશન કરે એ કેટલું યોગ્ય છે?. અને એના કર્યા પછી તમે જે સોશિયલ મીડિયા પર જે મૂકવામાં આવે છે તે ખૂબ શરમ જનક છે. તમે કોઈ પક્ષમાં છો, એનજીઓમાં કે તમે કોઈ સામાજિક કાર્યકર છો તો એ ફોટા તમે તમારી કામગીરી કરી હોય એ ગ્રુપમાં મૂકો એનો જે હેડ હોય એને મોકલો પરંતુ તમે જે નેતાઓ ની ફરજ છે કે કોઈ આપદા આવે ત્યારે નાગરિકોના સાથે રેહવું જોઈએ, તમને મત આપી ને જીતાડ્યા છે કે તમે કોઈ સારી કામગીરી કરો પોતાના વિસ્તાર માટે પરંતુ એ જ નેતા સોશિયલ મીડિયામાં ફોટા મૂકે છે એ ખૂબ શરમજનક કહેવાય. વડોદરા ફક્ત સ્માર્ટ સિટી કહેવાય છે પરંતુ સ્માર્ટ સિટીમાં સ્માર્ટ અધિકારીઓ, સ્માર્ટ કાગળો પર સ્માર્ટ ભ્રષ્ટાચાર આંચરી રહ્યા છે.વડીલો પણ કહે છે કે દુઃખ આવું જોઈએ તો આપણને ખબર પડે કે આપણા કોણ છે ને પારકા કોણ છે. જ્યારે શહેરમાં આ આપદા આવી છે ત્યારે નાગરિકોને પણ ખબર પડી છે કે આપણા કોણ છે અને પારકા. હવે ફરીવાર ચૂંટણીમાં પણ નાગરિકોત નક્કી કરશે કે મત કોને આપવો કે પછી નોટા દબાવવો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુચના આપી છે કે જે શહેરોમાં પૂરગ્રસ્ત છે તેમાં પ્રભારી મંત્રી અને પ્રભારીએ જવાનું છે. પરંતુ વડોદરામાં કોઈ પણ હજી સુધી આવ્યું નથી. શહેરમાં જ્યારે પ્રચાર કરવો હોય સભા કરવી હોય કે રેલી કરવી હોય ત્યારે બધા જ નેતાઓ આવે છે. પરંતુ શહેરમાં જ્યારે ગંભીર પરિસ્થિતિ છે ત્યારે કોઈ પણ ઘરની બહાર નીકળવા તૈયાર નથી. જેને પ્રજા ચુટીને લાવી છે એ લોકો વરસાદ બંધ થયા પછી ફોટો સેશન માટે નીકળે છે.
વડોદરાના નવયુવાન સાંસદ જેને વડોદરાના ના શહેરીજ અને ખૂબ ખૂબ મત આપીને જીતાડીયા છે. ત્યારે એ પણ આવી ગંભીર પરિસ્થિતિમાં વડોદરામાં દેખાયા નથી. આવી પરિસ્થિતિમાં ફોન પર મોનિટરિંગ કરવું એ કેટલું યોગ્ય? સાંસદે વડોદરા આવું જોઈએ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, કલેકટર બીજલ શાહ, અને પોલીસ કમિશનર નરસિંહમાં કોમર સાથે મીટીંગ કરીને પરિસ્થિતિનો ચિંતાર મેળવવો જોઈએ. કોઈપણ અધિકારી,કોન્ટ્રાક્ટર કે નેતા ની ભૂલ હોય તો તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. કારણકે અત્યારે શહેરીજનો ભોગ બની રહ્યા છે. કે પ્રિ - મોનસુનની કામગીરી કરવામાં આવી કે નહીં, અને જો કરવામાં આવી તો આટલી ગંભી પરિસ્થિતિ કેવી રીતે બની. હવે જો શહેરમાં ફરી વરસાદ પડે તો આગળ આયોજન શું કરવું? એની ચર્ચા કરવી જોઈએ એના બદલે અત્યારે સાંસદ દિલ્હીમાં છે. વડોદરા શહેરનું કમનસીબ કે કોન્ટ્રાક્ટર, અધિકારીઓ અને આવા નેતાઓ મળ્યા છે.
Reporter: