નવી દિલ્હી : ભારતીય રેલવેએ એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. પહેલા એડવાન્સ ટિકિટ બુકિંગ 120 દિવસ પહેલા શરૂ થતું હતું, પરંતુ આ સમય ઘટાડીને 60 દિવસનો કરી દેવાયો છે.
આ નિયમ પહેલી નવેમ્બર 2024થી જ લાગુ થઈ જશે. એડવાન્સ ટ્રેન ટિકિંગ બુકિંગના નવા નિયમોના કારણે બુક થઈ ગયેલી ટિકિટ પર કોઈ અસર નહીં પડે. આ નિર્ણય ગેરકાયદે રીતે ટિકિટ બુક કરતા લોકોને કાબૂમાં લેવા કરાયો છે.રેલ્વના જણાવ્યા મુજબ, આ નવો નિયમ 31 ઓક્ટોબર-2024 સુધી બુક કરાયેલી ટિકિટોને લાગુ પડશે નહીં, પરંતુ 60 દિવસના એડવાન્સ રિઝર્વેશનના સમયગાળાથી ઉપર કરાયેલી ટિકિટ બુકિંગ રદ કરવાની મંજૂરી આપવામાં આવશે.
Reporter: admin